તાપી જિલ્લા ના ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઇવે પર. નિઝર એપી. એમ. સી. માર્કેટયાર્ડ ના સામે બે ટ્રક સામ સામે અથડાતા અક્સ્માત સર્જાયો. જેમા ટ્રક વ્હિકલ નં. MH.04G R7505 ઉચ્છલ તરફ ટાઇલ્સ ભરી જઈ રહી હતી. જ્યારે સામે થી નિઝર તરફ પોતાનો માલ સામાન ભરેલી ટ્રક વ્હિકલ નં. MH 18B G8709 આવી રહી હતી. તે દર્મિયાન બન્ને ટ્રક ચાલકો નુ પોત પૉતાના સ્ટેરિંગ પર થી કાબુ ગુમાવતા આ અક્સ્માત સર્જાયો . જો કે સદનસિબે આ અક્સ્માત મા કોઇ જાનહાની થઈ ન હતી. બન્ને ટ્રક ચાલકો ને નાની મૉટી ઈજાઓ થઈ હતી. બન્ને ટ્રક ચાલકો ને ઘટના સ્થ્ળે થી પ્રાથ્મિક આરોગ્ય કેંદ્ર નિઝર ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા. જૉ કે આ બનાવ થી ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઇવે પર થોડી વાર માટે વાહન ચાલકો ને ટ્રાફિક નો સામનો કરવા પડ્યો હતો. જ્યારે આ મામલા ની નિઝર પોલિસ ને જાણ થતા. નિઝર પોલિસ નો કાફ્લો ઘટના સ્થ્ળે પહોચી ગયો હતો અને ટ્રાફિક પર કાબુ કર્યો હતો. નિઝર પોલિસે આ ઘટના સ્થ્ળ નુ મુલ્યાકન કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે. નિઝર એપી. એમ સી. માર્કેટયાર્ડ ના સામે 10 દિવસ ની અંદર સતત આ બિજો આ અક્સ્માત સર્જાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590