Latest News

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’અંગે બેઠક યોજાઇ.

Proud Tapi 06 Jan, 2025 06:25 AM ગુજરાત

ચાલુ વર્ષે ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળ દ્વારા ‘રાષ્ટ્રિય માર્ગ સલામતિ માસ- ૨૦૨૫’ ની ઉજવણીની થીમ: પરવાહ (CARE) અંતર્ગત જિલ્લામાં માર્ગ સલામતિ અંગે જાગૃતતા ફેલાવવા, ટ્રાફિક નિયમનનું પાલન કરવા અંગે ડાંગ જિલ્લાના પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને આજરોજ પોલીસ ભવન ખાતે એક મહત્વની બેઠક યોજાઇ હતી. ડાંગમાં રોડ અકસ્માત નિવારણ માટે ગ્રામ્ય અને સ્ટેટના ભયજનક વળાંકમાં રસ્તાઓ પર શેવરોન માર્કિંગ લગાવવા, રોડ ઉપર સાઇન બોર્ડ લગાવવા, રોડની બન્ને લાઇડમાં સફેદ પટ્ટાઓ લગાવવા, ફેટલ અકસ્માતના મૃત્યુની ધટનામાં તમામ વહાનચાલકોના લાઇસન્સ રદ કરાવા સાથે આડેધડ વહાન ચલાવના વહાન ચાલકો ઉપર કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાએ તાકીદ કરી હતી. આ સાથે જ માર્ગ સલામતિ અંગે જિલ્લામાં જાગૃતિ કાર્યક્રમો કરવા, નવા મોટર વ્હીકલ એકટ ૨૦૧૯ ના કાયદા વિશેની જાણકારી આપવી, પોસ્ટર અને હોડીગ્સંના માધ્યમથી જાગૃતિ ફેલાવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુનીલ પાટીલ, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી શ્રી ચિંતન પટેલ, ટ્રાફિક પી.એસ.આઇ મહેશ ઢોઢીયા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જિગ્નેશ ત્રીવેદી સહિત માર્ગ અને મકાન વિભાગના પંચાયત,સ્ટેટ,નેશનલના અધિકારીશ્રીઓ, સહિત સમિતિ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post