Latest News

વ્યારાના આશિષ નગરમાં 3 દિવસ અગાઉ બનાવવામાં આવેલ ગટરનું ઢાંકણ બેસી જતા,અક્સ્માતની સંભાવના વધી

Proud Tapi 09 Jul, 2023 05:47 PM ગુજરાત

વ્યારા નગરના વોર્ડ નં.૪ માં આશિષ નગર ખાતે  ૩ દિવસ અગાઉ  ગટરનું ઢાંકણ બનાવવામાં આવ્યું હતું ,જે ગટરનું ઢાંકણ  બેસી જતા રોડની વચ્ચે ગટરનું ઢાંકણું  ખુલ્લું મૂકવામાં આવતા રાહદારીઓ અને સ્થાનિકો હાલાકી ભોગવવી પડી રહી છે.

વ્યારા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ કામગીરીની અવારનવાર લોકો દ્વારા નિંદા થઈ રહી છે.આ અગાઉ મગદુમનગરમાં બનાવેલ દિવાલ ૧ મહિના બાદ ધરાશાય થઈ ગઈ હતી,તેમજ વોર્ડ નં.૭ માં પાણીમાં જીવંત જીવજંતુઓ જોવા મળ્યા હતા અને થોડા દિવસ અગાઉ આશિષનગરની સામે રોડ પર 2 ફૂટ નો  ખાડો પડી ગયો હતો.જેના કારણે સ્થાનિક પ્રજામાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

ત્યારે હવે ફરી એક વાર વોર્ડ નં.૪ ના આશિષનગરમાં નગરપાલિકાની બેદરરકારીનો ભોગ સ્થાનિકોએ અને રાહદારીઓએ બનવું પડી રહ્યું છે.આશિષનગરમાં નગરપાલિકા દ્વારા ૩ દિવસ અગાઉ જે ગટર બનાવવામાં આવી હતી,તે ગટર બેસી ગઈ છે તેમજ ગટરનું ઢાંકણું નીચે પડી જતાં નગરપાલિકાએ તેને ખુલ્લી મૂકી દીધી છે.તેમજ નગરપાલિકા દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો છે,નગર પાલિકા દ્વારા માત્ર દેખાવ માટે કામગીરી કરવામાં આવતી હોય તેવું દેખાઈ રહ્યું છે.નગરપાલિકા આ અંગે કોઈ નક્કર કાર્યવાહી કરશે કે પછી માત્ર દેખાડા પૂરતી કામગીરી કરીને સ્થાનિક પ્રજાને રીઝવવા  પ્રયત્ન કરશે તે આવનાર સમયમાં જોવું રહ્યું.!

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post