કુકરમુંડા તાલુકાના મોરંબા ગામમાં કુવરસિંહ વસાવાએ પોતાની પત્નીના આડા સંબંધ હોવાના વહેમમાં ગામમાં રહેતા દેવીદાસ વળવી ને પથ્થર મારી તથા ઢીક્કા મુક્કી નો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
કુકરમુંડા તાલુકાના મોરંબા ગામમાં રહેતા કુંવરસિંગભાઈ સુરપસિંગભાઈ વસાવા (રહે. જુનુ નિશાળ ફળિયું,મોરંબા તા. કુકરમુંડા જી.તાપી )એ દેવીદાસ નારૂભાઈ વળવી ( રેશનીંગ ફળિયું,મોરંબા તા. કુકરમુંડા જી.તાપી )ને કહ્યું કે, કેમ તું મારી પત્ની સાથે આડો સંબંધ રાખે છે. તેવો વહેમ રાખી ઉશ્કેરાઈ જઈને કુવરસીંગભાઇએ દેવીદાસને છુટ્ટો પથ્થર માર્યો હતો.જેના કારણે મોપેડ સવાર દેવીદાસભાઈ ગાડીના નીચે પડી જઈ લોહી લુહાણ થઈ ગયા હતા.ત્યારે કુવરસીંગભાઇએ ઢીક્કા મુક્કી નો માર મારી ઇજા પહોંચાડી હતી તેમજ અપશબ્દો બોલી ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે બાદ નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.અને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590