મહેશ પાડવી (નિઝર ) : નિઝર તાલુકાના નવલપુર ગામમાં સાસરેથી પિયર આવેલી બહેનને ઘરમાં કેમ રહે છે એમ કહી ભાઈએ ચપ્પુના ઘા ઝીંકયા,જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
તાપી જિલ્લાના નિઝર તાલુકાના નવલપુર ગામના અંબાલાલ જોલુભાઈ વળવી(રહે.નવલપુર તા.નિઝર જી.તાપી)ની દીકરી ચમેલીબેન રાજેશભાઈ પ્રધાન (રહે.ઉમરદા (કોઠલી)તા.જી.નંદુરબાર મહારાષ્ટ્ર )લાંબા સમયથી બીમાર રહેતી હોવાથી ચારેક દિવસ પહેલા તેની સાસરી ઉમરદા ગામ થી પિયરમાં રહેવા માટે આવી હતી.ત્યારે તારીખ.૨૦/૦૭/૨૦૨૩ ના રોજ ચમેલીબેન અને તેમના માતા પિતા ત્યાં હાજર હતા.તે વખતે ચમેલીબેનનો ભાઈ ઓમલાલ પિતાને કહેતા હતા કે,ચમેલી બહેનને તમે આપણા ઘરે કેમ રાખો છો ? તેને તેના પતિના ઘરે મોકલી દો.તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ચમેલીબેનનો હાથ પકડી ધક્કો મારી,કહેતો હતો કે,આ બિમારીને આપણા ઘરે રાખતા નહી,નહી તો તમને માર મારીશ તેમ કહી નાલાયક ગાળો આપતો હતો અને તેના હાથમાં ચપ્પુ હતો.ત્યારે ઓમલાલભાઈએ ચપ્પુ વડે ચમેલીબેનને છાતીના ભાગે ઘા ઝીંકી દીધા હતા.જેથી બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા.ટોળું ભેગું થતા ઓમલાલ વળવી નાસી છૂટ્યો હતો.જે બાદ ચમેલી બેન ને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.આ અંગેની ફરિયાદ નિઝર પોલીસ મથકે નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590