નિઝર તાલુકામાં આવેલ વેલદા ગામના સ્ટેટ હાઇવે નજીક રેતી ભરેલ ટ્રકનો ટાયર ફાટી જતા ટ્રક એ સ્વીફ્ટ કાર ચાલકને અડફેટે લીધી હતી.જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી , પરંતુ વારંવાર રેતી ભરેલ ટ્રકો દ્વારા વાહનચાલકોને અડફેટે લેવાના અનેક બનાવો સામે આવતા જિલ્લા ટ્રાફિક પોલીસ,સ્થાનિક પોલીસ અને આરટીઓની કામગીરી સામે અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
નિઝર તાલુકામાં વારંવાર રેતીની ટ્રક ચાલકો દ્વારા વાહનચાલકોને અડફેટે લેવામાં આવ્યા હોય તેવા અનેક કિસ્સા સામે આવતા હોય છે. તેમ છતાં જિલ્લા ટ્રાફિક પોલીસ,આર.ટી.ઓ.અને સ્થાનિક પોલીસ દ્વારા આ અંગે કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી.જેના કારણે લોક ચર્ચા ઉઠવા પામી છે કે,રેતીના ટ્રક અને પોલીસ કોઈક પ્રકારની સાંઠગાંઠ ધરાવે છે તેથી જ તો રેતી ભરેલ ટ્રક ચાલક સામે કોઈપણ પ્રકારના પગલા લેવામાં આવતા નથી.
નિઝર તાલુકા માંથી રેતી ભરેલી ટ્રકો ગુજરાત,મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પહોંચાડવામાં આવે છે.દરરોજ આ વિસ્તરમાં ૫૦૦ થી ૭૦૦ જેટલી ટ્રકોની અવરજવર થતી હોય છે અને તેના કારણે રસ્તાની હાલત પણ કફોડી થતી જોવા મળી રહી છે.
તેમજ રેતીની ટ્રક ઓવરલોડેડ હોય છે.ટ્રક ઓવરલોડેડ હોવાથી ટ્રક ચાલક ઘણી વખત ટ્રક પર નો કાબુ ગુમાવી દે છે અને તેથી જ અકસ્માત સર્જાતા જોવા મળી રહ્યા છે.ઓવરલોડેડ ટ્રક ના કારણે ઘણા અકસ્માત સર્જાતા જોવા મળે છે તેમજ ઘણા એ જીવ ગુમાવવાનો વારો પણ આવે છે.
ત્યારે હવે જોવું રહ્યું કે,જિલ્લા ટ્રાફિક પોલીસ,સ્થાનિક પોલીસ અને આરટીઓ દ્વારા આ બેફામ બનેલા રેતી ભરીને દોડતી ટ્રક ચાલકો સામે કોઈ યોગ્ય પગલા લઈ કાર્યવાહી કરવામાં આવે છે કે પછી માત્ર દેખાડા પૂરતી કામગીરી કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590