Latest News

તાપી જિલ્લામાં શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતો કર્મચારી સાથી મહિલા કર્મચારીને મેસેજ કરી હેરાન કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો

Proud Tapi 03 Aug, 2024 01:24 PM ગુજરાત

મહિલા કર્મચારી અને તેમના પતિ સરકારી વિભાગમાં ફરજ બજાવતા હોય સમાજમાં ઈજ્જત જવાના કારણે પોલીસ ફરિયાદ કરી નથી

તાપી જિલ્લા શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા એક જવાબદાર કર્મચારી દ્વારા પરણિત મહિલા સહ કર્મચારીને રાત્રિ દરમિયાન સડક છાપ રોમિયોની જેમ મેસેજ આઇ લવ યુ, આઇ મિસ યુ જેવા મેસેજ કરી હેરાન કરતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અને રોમિયોગીરી ઉતરેલા કર્મચારી પણ પરણિત છે અને પત્ની સાથે રહે છે તે જાણવા મળ્યું છે.

           સમગ્ર ગુજરાત રાજ્યમાં છેડતીના બનાવો સતત વધતા જઈ રહ્યા છે એમાંય ખાસ કરીને સોશિયલ મીડિયા મારફતે કરવામાં આવતી હોય તેવી સમાચાર પણ સમાચાર પત્રોમાં પ્રકાશિત થતા હોય છે અને જો મહિલા પરણિત હોય તો ઈજ્જત સમાજમાં બદનામીના બીકના કારણે પોલીસ ફરિયાદ કરવાનું પણ ટાળતા હોય છે ત્યારે એવીજ એક ઘટના તાપી જિલ્લામા બની છે. જેમાં તાપી જિલ્લાના શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતી મહિલાએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે સમગ્ર ઘટના અને તમામ મેસેજ મીડિયા સમક્ષ રજૂ કરી પોતાની આપવીતી જણાવી હતી.

      તાપી શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા મહિલા કર્મચારી જાગૃતિ ( નામ બદલ્યું છે) ને સાથી પુરુષ સહ કર્મી કૈલાશ  ( નામ બદલ્યું છે) દ્વારા આ મહિલાને સોશ્યલ મીડિયા ઉપર રોજ રાત્રે હાય હેલોના મેસેજ કરતો હતો પણ સાથે નોકરી હોવાના કારણે કશું પણ બોલી શકતા ન હતા.જેથી વધારે હિંમત ખુલતા સડક છાપ રોમિયોની જેમ આઇ લવ યુ અને આઇ મિસ યુ જેવા મેસેજ કરી ડિલીટ કરી નાખતો હતો પણ મહિલાએ બધાજ મેસેજનો સ્ક્રીન શોર્ટ પાડી લીધા હતા. 

          અને આ વાત તેમણે તેમના પતિને જણાવી હતી પણ મહિલા પોતે સરકારી નોકરી કરતા હોય અને તેમના પતિ પણ સરકારી નોકરી કરતા હોય પોતાની અને પોતના પતિની ઈજ્જત જાય અને સમાજમાં બદનામી થાય એના કારણે એમણે પોલીસ ફરિયાદ કરી નથી અને મહિલા ઉપર બદ દાનત નાખ નાર પોતે પરણિત છે પત્ની સાથે હોવા છતાં પણ પરણિત મહિલા ઉપર બદ દાનત રાખતા પરેશાન કરે છે ત્યારે આવા કર્મચારી સામે પોલીસ ફરિયાદ થવી ખૂબ જરૂરી છે.

         બીજી તરફ મહિલાઓ દ્વારા આવા કૃત્ય કરનાર અધિકારી કે કર્મચારી સામે પોલીસ ફરિયાદ નોંધાવવા અમે અપીલ કરીએ છે.જેથી આવા અધિકારી કે કર્મચારી બીજી કોઈ મહિલા સાથે આવું ન કરી શકે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post