તાપી જિલ્લાના ડોલવણ,કુકરમુંડા અને નિઝર તાલુકાના વિવિધ પડતર પ્રશ્નોને લઈને જે તે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
તાપી જિલ્લાના કુકરમુંડા,નિઝર અને ડોલવણ તાલુકામાં સ્થાનિકોને વિવિધ પડતર પ્રશ્નોને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
કુકરમુંડા તાલુકામાં યુવા રોજગારીની સમસ્યા વધુ જોવા મળે છે તેનું નિરાકરણ કરવામાં આવે તથા ઉકાઈ જળાશયમાં જે ખેડૂતોની જમીન ગઈ છે તે ખેડૂતોની જમીન સરહદ વિસ્તાર માં છે તેથી તેમને વીજ કનેક્શન આપવામાં આવે તથા કુકરમુંડા તાલુકામાં મંજૂર થયેલ પીએમ આવાસ યોજના અને ટ્રાઇબલ આવાસોના હપ્તા લાભાર્થીઓને આપવામાં આવે તથા જમીન ફાળવવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ નથી તથા કુકરમુંડા તાલુકામાં તાપી નદી પર આવેલ પુલ જર્જરીત હોવાથી તેનું સમારકામ કરાવવામાં આવે તેવી માંગ સાથે કુકરમુંડા તાલુકા કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર પાઠવ્યું હતું.
તેમજ નિઝર તાલુકા પંચાયત દ્વારા વિકાસના કામોમાં યોગ્ય ગુણવત્તા વાળું કામ કરવામાં આવતું નથી અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તે અટકાવવામાં આવે તથા શિક્ષિત બેરોજગારોને રોજગારી આપવામાં આવે તથા નિઝર તાલુકામાં મોટાભાગના ખેડૂતોની મૌખિક વહેંચણી થઈ ગયેલ છે પરંતુ ૭/૧૨ માં વહેચણી થયેલ નથી તથા ઇવીએમ હટાવવામાં આવે તથા જૂનું વીજળી બિલ માફ કરી નવા મીટર બેસાડી 50% બિલ વસૂલવામાં આવે તારા આદિવાસી વિસ્તારમાં ધાર્મિક વૈ વૈમનષ્ય ફેલાવવામાં આવી રહ્યું છે તેને અટકાવવા તથા નેવાળા થી રૂમકી તળાવ સુધીની ખેતીવાડી ઊંચાઈ યોજના ઝડપથી પૂરી કરવામાં આવે એવા 14 જેટલા મુદ્દાઓને લઈને નિઝર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
તેમજ આગામી લોકસભાની ચૂંટણી અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અનુસંધાને ડોલવણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાપી જિલ્લાના કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમજ મીટીંગ પૂર્ણ કર્યા બાદ ડોલવણ તાલુકાના પડતર પ્રશ્નોને લઈને મામલતદાર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.અને પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590