ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “બેટી બચાવો, બેટી પઢાવો” તેમજ પૂર્ણા યોજના (આઇ.સી.ડી.એસ) હેઠળ ડાંગ જિલ્લા દ્વારા “આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ”ની ઉજવણી નિમિત્તે “સશકત દીકરી, સુપોષિત ગુજરાત’’ કિશોરી થીમ ઉપર આહવા ખાતેના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે કિશોરી મેળાનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
આહવા ખાતે યોજાયેલ કિશોરી મેળામા અધ્યક્ષ સ્થાને આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ કિશોરી મેળામા કિશોરીઓને સરકારી યોજનાઓ વિશે માહિતી, કાયદાકીય જાણકારી તેમજ હિમોગ્લોબીન ચેકઅપ કરવામા આવ્યુ હતુ.અહિં પદાધિકારી, અધિકારીઓ, કર્મચારીઓ, તેમજ કિશોરીઓ દ્વારા વિવિધ શાખાના સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી.
આ કાર્યક્રમમા પ્રોગ્રામ ઓફિસર જોત્સનાબેન પટેલ સહિત મહિલા અને બાળ વિભાગના અધિકારીઓ, કાનુની સેવા સત્તા મંડળના એડવોકેટ સંજયભાઇ બારે, આંગણવાડી બહેનો તેમજ કિશોરીઓ વિગેરે મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590