પોરબંદર શહેર અને જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે, ત્યારે લોકો ભૂખ્યા ન રહે તે માટે પોરબંદરની સામાજિક સંસ્થાઓ આગળ આવી છે અને લોકો સુધી ભોજન પહોંચાડ્યું છે. પોરબંદર સેવાનગરી તરીકે જાણીતુ છે. અહીં સામાન્ય દિવસોમાં પણ જરૂરીયાતમંદ પરિવારો અને પશુઓ-પક્ષીઓ માટે સેવાકાર્ય કરવામાં આવે છે.હાલ પોરબંદરમાં ભારે વરસાદ પડયો છે.
નીચાણવાળા વિસ્તોરમાં વરસાદી પાણી ભરાયા છે. જેના કારણે લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યુ છે.લોકો ભુખ્યાના રહે તે માટે સેવભાવી સંસ્થા મદદ આવી છે. જરૂરીયાતમંદ લોકોને ઘર ઘર સુધી નાસ્તો અને ભોજન પહોંચડવામાં આવી રહ્યુ છે. છેલ્લા પાંચ દિવસથી વિવિધ સંસ્થા દ્વારા સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે. પોરબંદર શહેરમાં છેલ્લા એક સપ્તાહથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે શહેરના મુખ્ય માર્ગો અને અનેક વિસ્તોરમાં વરસાદી પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યુ છે.
તેમને શેલ્ટર હોમ ખાતે આશરો આપવામાં આવ્યો છે. તેમજ પાણીગ્રસ્ત વિસ્તારોમાં રહેતા જરૂરીયતમંદ લોકો ભખ્યા ન રહે તે માટે ભોજન અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે.સેવાભાવી સંસ્થા પાયોનીયર કલબ, રેડક્રોસ અને રોટરી કલબ દ્વારા ફુડ પેકેટ તૈયાર કરી અને લોકો સુધી પહોંચડવામાં આવી રહ્યા છે. પાયોનીયર કબલના પ્રમુખ પ્રવિણભાઇ ખોરવાના જણાવ્યા અનુસાર સવારના સમયે ચવાણુ અને ચેવડાનો નાસ્તો તેમજ બપોરના સમયે સૂકીભાજી અને પુરી તેમજ સાંજના સમયે બિરયાની સહિતના ભોજનના ફુડ પેકેટ તૈયાર કરી અને જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.
હાલ અલગ-અલગ સ્થળોએ ભોજન તૈયાર કરવામાં આવી રહ્યુ છે. વરસાદના સમયે અનેક લોકોના ઘરમાં પાણી ભરાયા છે અને લોકો છત પર આશરો લઇ રહ્યા છે. આવી સ્થિતિમા લોકો ભુખ્યા ન રહે તે માટે પોરબંદરની સેવાભાવી સંસ્થાઓ, વહિવટી તંત્રના સહયોગથી ફુડ પેકેટ તૈયાર કરી અને લોકોના ઘર સુધી પહોંચાડી અને માનવતાને મહેકાવી રહી છે. અત્યાર સુધીમાં 20 હજારથી વધારે ફુડ પેકેટ આપવામાં આવ્યા છે. પોરબંદમાં ભારે વરસાદને કારણે લોકોની હાલત કફોડી બની છે. ત્યારે તેમને સંસ્થા દ્વારા ભોજન આપવામાં આવી રહ્યુ છે તો કેટલીક સંસ્થા દ્વારા તાડપત્રીનુ વિતરણ કરવામાં આવ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590