ભારત સરકારના મહિલા અને બાળ મંત્રાલય દ્વારા ગ્રામ્ય મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ માટે મિશન શક્તિ યોજના અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી તાપી હેઠળ “ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન તાપી" કેન્દ્રનું ઉદઘાટન પદ્મશ્રી રમિલાબેન ગામીતના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ડો.મનિષાબેન મુલતાની, પ્રોગ્રામ ઓફિસર આઇ.સી.ડી.એસ તન્વી પટેલ, જિલ્લા બાળ સુરક્ષા એકમના મહિલા અધિકારી, નારી અદાલતના જિલ્લા કો-ઓર્ડીનેટર, પોલીસ વિભાગની સી-ટીમ તથા જિલ્લા મહિલા અને બાળ કચેરીની કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તથા આ પ્રસંગે વ્હાલી દિકરી યોજનાના લાભાર્થી દિકરીઓને રૂ.૫,૫૦,૦૦૦/-ના મંજુરી હુકમ પણ વિતરણ કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590