સેન્ટર ઓફ એકસલન્સ ઇન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ અને ઇન્વેન્ટા સીસ્ટમ સયુંક્ત ઉપક્રમે RT-PCR નો ઉપયોગ કરી મત્સ્યપાલન ક્ષેત્રે રોગોની જાળવણી કરવા અર્થે ત્રણ દિવસીય કાર્યશાળા સેન્ટર ઓફ એકસલન્સ ઇન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર ખાતે યોજવામાં આવેલ છે.
પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત ગુજરાત રાજ્યમાં માછલીઓના રોગોની જાળવણી કરવા અર્થે એકવેટીક રેફરલ લેબ ફોર ક્વોલિટી ટેસ્ટીંગ એંડ ડિસિઝ ડાયગ્નોસ્ટિકની યોજના કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ છે. જેના અંતર્ગત ગુજરાત રાજ્યની પેહલી RT-PCR ધરાવતી લેબ સી.ઓ.ઈ. ઉકાઈ ખાતે સ્થાપિત કરવામાં આવેલ છે. જે અંતર્ગત કાર્યશાળાનું આયોજન ઉકાઈ કેન્દ્ર ખાતે કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં ઉદધાટન પ્રસંગે કામધેનુ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એમ.એન. ત્રિવેદી, પ્રિન્સિપાલ કોલેજ ઓફ ફિશરીઝ, નવસારી ડો. એસ.આર. ચોધરી અને સી.ઓ.ઈ. ઉકાઈ વડા ડો. સ્મિત લેન્ડે અને ઇન્વેન્ટા સીસ્ટમના વૈજ્ઞાનિક ઉપસ્થિત રહેલ હતા. કાર્યશાળામાં કુલ ગુજરાત રાજ્યના અનુસ્નાતક કક્ષાના ૧૬ વિદ્યાર્થીઓ હાજર રહેલ છે. કાર્યક્રમનો મુખ્ય ઉદેશ મત્સ્ય રોગોનું નિદાન કરવા માટે એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રાજ્યના મત્સ્ય ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાનું રહશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590