Latest News

ભારતે પાકિસ્તાની PM શાહબાઝ શરીફની યુટ્યુબ ચેનલ બ્લોક કરી, 4 ક્રિકેટરોના ઇન્સ્ટા એકાઉન્ટ પણ બંધ

Proud Tapi 04 May, 2025 10:03 AM ગુજરાત

ભારતે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફના સત્તાવાર યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને બ્લોક કરી દીધા છે. એટલું જ નહીં ભારતે પાકિસ્તાની ક્રિકેટરો બાબર આઝમ, હારિસ રઉફ, મોહમ્મદ રિઝવાન અને શાહીન આફ્રિદીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બ્લોક કરી દીધા છે.

ભારત સતત પાકિસ્તાન વિરૂદ્ધ કાર્યવાહી કરી રહ્યું છે. પાણી, હવાઈ માર્ગ, કલાકારોનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કર્યા બાદ હવે ભારતે પાકિસ્તાનને વધુ એક કાર્યવાહી કરી છે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફની સત્તાવાર યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ભારતમાં બ્લોક કરવામાં આવ્યા છે. ભારતમાં પાકિસ્તાની ક્રિકેટરો બાબર આઝમ, હારિસ રઉફ, મોહમ્મદ રિઝવાન અને શાહીન આફ્રિદીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બ્લોક કરી દેવામાં આવ્યા છે.

અગાઉ પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોએ કહ્યું હતું કે તે કોઈ રહસ્ય નથી કે પાકિસ્તાનનો આતંકવાદ સાથેનો ઇતિહાસ રહ્યો છે. ગુરુવારે સ્કાય ન્યૂઝે બિલાવલ ભુટ્ટોને પાકિસ્તાની સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ દ્વારા આપવામાં આવેલા નિવેદન અંગે એક પ્રશ્ન પૂછ્યો હતો. પહેલગામ હુમલા બાદ ખ્વાજા આસિફે કહ્યું હતું કે પાકિસ્તાન 30 વર્ષથી આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડી રહ્યું છે. બિલાવલે આસિફના નિવેદનનું સમર્થન કર્યું અને કહ્યું કે પાકિસ્તાને તેની ભૂલોનું પરિણામ ભોગવ્યું છે.

મહારાષ્ટ્ર સાયબરે શુક્રવારે જણાવ્યું હતું કે પહેલગામ હુમલા પછી ભારતીય સિસ્ટમો પર 10 લાખ સાયબર હુમલા થયા છે. મહારાષ્ટ્ર પોલીસની સાયબર ક્રાઈમ ડિટેક્શન વિંગે જણાવ્યું હતું કે 22 એપ્રિલના હુમલા પછી સાયબર હુમલાઓમાં વધારો થયો છે. મહારાષ્ટ્ર સાયબર વિભાગના ડીજીપી યશસ્વી યાદવે જણાવ્યું હતું કે આ હુમલાઓમાં ભારતીય વેબસાઇટ્સ અને પોર્ટલને નિશાન બનાવવામાં આવ્યા હતા. મોટાભાગના હેકિંગ જૂથોએ પોતાને ઇસ્લામિક જૂથો હોવાનો દાવો કર્યો હતો.

દરમિયાન NIA અને ફોરેન્સિક ટીમ શુક્રવારે પહેલગામની બૈસરન ખીણમાં તપાસ માટે પહોંચી હતી. ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે પહેલગામ હુમલો કરનારા આતંકવાદીઓ દક્ષિણ કાશ્મીરના જંગલોમાં છુપાયેલા છે. તેમની પાસે રાશન અને પાણી છે, તેથી તેઓ આ પહાડી વિસ્તારોમાં લાંબા સમય સુધી રહી શકે છે. 22 એપ્રિલના રોજ બૈસરન ખીણમાં આતંકવાદીઓના ગોળીબારમાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post