લાઓસમાં ભારતીય દૂતાવાસે સાયબર કૌભાંડ કેન્દ્રોમાં ફસાયેલ 47 ભારતીયને બચાવ્યા છે. દૂતાવાસે આ લોકોને પરત લાવવા જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરી છે. અત્યાર સુધીમાં 30 લોકો પરત ફર્યા છે. લાઓસમાં ભારતીય દૂતાવાસે સાયબર કૌભાંડ કેન્દ્રોમાં ફસાયેલા 47 ભારતીય નાગરિકોને બચાવ્યા છે. દૂતાવાસે કહ્યું કે એક્સક્લુઝિવ ઈકોનોમિક ઝોનમાં ગેરકાયદેસર ગતિવિધિઓ પર કડક કાર્યવાહી બદલ સત્તાવાળાઓએ 29 લોકોને સોંપ્યા જ્યારે બાકીના 18 લોકોએ દૂતાવાસનો સીધો સંપર્ક કર્યો. દૂતાવાસે આ લોકોને પરત લાવવા માટે તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરી છે. અત્યાર સુધીમાં 30 લોકો પરત ફર્યા છે, જ્યારે બાકીના 17 લોકો ઔપચારિકતા પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590