તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં યુવતીનો એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો.ત્યારે યુવકની માતાએ યુવતીના માથાના વાળ કાતર વડે કાપી નાંખ્યા હતા.અને યુવતીને માર મારીને,તેને નિર્વસ્ત્ર કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.ત્યારે ઘટનાને લઈને પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વ્યારા તાલુકાના લોટરવા ગામ ખાતે રહેતી ૨૬ વર્ષીય યુવતી અને બોરખડી ગામના મહિલા સરપંચના દીકરા વચ્ચે દોઢેક વર્ષ થી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો.જેથી છેલ્લા પાંચ દિવસથી બંને જણા વ્યારા ખાતે રૂમ ભાડે રાખી સાથે રહેતા હતા.ગત રોજ ભોગ બનનાર યુવતી અને તેની બહેનપણી તથા નીરવ અજીત ચૌધરી સાથે મોટરસાઇકલ પર બુહારી ખાતે કામ અર્થે જવા નીકળ્યા હતા.જે દરમિયાન તેઓ કપુરા નજીક આવેલા એક ભેંસના તબેલા નજીક ઉભા હતા.તે સમય સમય દરમિયાન તેમના નજીક એક સફેદ કલરની કાર આવી હતી ,જેમાં નીરવના માતાને પિતા આવ્યા હતા ,જે નીરવ ને સમજાવી તેની ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા.તેમજ બીજી આવેલી કારમાં કોઈ સ્નેહલ નામના યુવક દ્વારા ભોગ બનનાર લોટરવા ગામની યુવતીને બેસાડી સ્નેહલે યુવતીને તેમના ઘરે ઉતારી દેવાની વાત કહી કહી હતી.
જે બાદ ખુશાલપુરા ગામની સીમમાં આવેલ ચાર રસ્તા પાસે લઈ જઈ,ત્યાં આવી પહોંચેલ મહિલા સરપંચ સુનિતા અજીત ચૌધરીએ યુવતીને કહ્યું હતું કે,તું કેમ મારા છોકરા સાથે આડા સંબંધ રાખે છે.તેમ કહી નાલાયક ગાળો આપી.તેના હાથમાં રહેલી લાકડી વડે યુવતીને માર મારવામાં આવ્યો હતો.અને કાતર વડે યુવતીના વાળ કાપી નાખ્યા હતા.તેમજ જાહેરમાં લોકોની સામે યુવતીના કપડાં કાતર વડે કાપી નાખી તેણીને નિર્વસ્ત્ર કરી દેવામાં આવી હતી. તેમજ બોરખડી ગામની મહિલા સરપંચ સુનીતા તથા તેમનો પતિ અજીત તથા સ્નેહલ નામનો યુવક અને એક અજાણ્યા યુવક દ્વારા તેણીને પકડીને માર મારવામાં આવ્યો હતો.ત્યારે સમગ્ર મામલાને લઈને યુવતીએ મહિલા સરપંચ સુનીતા ચૌધરી,અજીત ચૌધરી,સ્નેહલ નામક યુવક અને એક અજાણ્યા યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.વ્યારા પોલીસે આ અંગે ગુન્હો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બોરખડી ગામના પ્રથમ નાગરિક એવા મહિલા સરપંચ દ્વારા જ એક મહિલાનું સન્માન કરવામાં ન આવતા લોકો તેમના પર ફિટકાર વરસાવી રહ્યા છે.એક સ્ત્રી દ્વારા જ બીજી સ્ત્રીની આબરૂને જગજાહેર કરતાં લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590