Latest News

સાપુતારાની હોટેલ રેસ્ટોરન્ટમાં ખાદ્ય પદાર્થોની ચકાસણી હાથ ધરાઈ

Proud Tapi 15 Sep, 2023 04:45 AM ગુજરાત

અખાદ્ય શાકભાજી, છાશ અને ગ્રેવી નો નાશ કરાયો

ડાંગ કલેકટર  મહેશ પટેલ તથા ગુજરાત વિધાનસભાના  નાયબ દંડક-વ-ડાંગના ધારાસભ્ય વિજય પટેલ ની સૂચના અને માર્ગદર્શન અનુસાર ગિરિમથક સાપુતારા ની હોટલો તથા રેસ્ટોરન્ટમાં પીરસાતા ખાદ્ય પદાર્થોની આકસ્મિક ચકાસણી હાથ ધરવામાં આવી હતી.ઇન્ચાર્જ ચીફ ઓફિસર  મેહુલ ભરવાડ તરફથી મળેલી વિગતો અનુસાર સાપુતારા સ્થિત હોટેલ સુગર એન્ડ સ્પાઇસ, પતંગ, પુરોહિત, સ્ટાર હોલીડે હોમ સહિત સાઈ બજાર સ્થિત વેજ, નોનવેજ ભોજન પીરસતા તમામ ઢાબા રેસ્ટોરન્ટ ઉપર, જાહેર જનતાના સ્વાસ્થ્યને ધ્યાને રાખી ગ્રાહકોને પીરસાતા ભોજન અને નાસ્તાની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ ઇન્સ્પેક્ટર  ચેતન પરમાર, અને શ્રી કે.જે.પટેલ ને સાથે રાખી, લોકોના આરોગ્ય માટે હાનિકારક અખાદ્ય શાકભાજી, છાશ, સબ્જીની તૈયાર ગ્રેવી વિગેરેનો સ્થળ ઉપર જ નાશ કરી સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા હોટેલ, રેસ્ટોરન્ટ સામે આગામી દિવસોમાં કડક કાર્યવાહીના  ભરવાડે એંધાણ આપ્યા છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post