સરકારી તાલુકા પુસ્તકાલય,વઘઇ ખાતે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.
પ્રતિ વર્ષ તા.૨૧ મી જુન ના રોજ વિશ્વ યોગ દિવસની કરાતી ઉજવણીની શૃંખલા ને આગળ વધારતા મદદનીશ ગ્રંથપાલ દયારામ લાડના માર્ગદર્શન હેઠળ આ વખતે સાંઘિક યોગનું શિક્ષણ આપવામાં આવ્યુ હતુ.
રાહુલભાઇ રાઠોડ તથા રવીભાઇ ચૌહાણ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત વાચકો અને વઘઇ ના નાગરીકોને યોગ, પ્રાણાયામની જાણકારી સાથે પ્રેક્ટિકલ સમજ આપવામાં આવી હતી. સાથે વિવિધ પ્રકારના યોગ અને પ્રાણાયામ પણ શીખવાયા હતા.ગ્રંથાલયમાં સેવક તરીકે ફરજ બજાવતા શ્રી તરૂણભાઇ જી ચૌધરી એ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590