સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે. જેતપુર નવાગઢ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. જયેશ રાદડિયા જેતપુરમાં ફરી કિંગ મેકર બન્યા છે.
જયેશ રાદડિયાના ગઢમાં ભાજપનો ભગવો લહેરાયો
જેતપુરમાં ફરી જયેશ રાદડિયા કિંગ મેકર બન્યા છે. જેતપુર પાલિકાની 44 બેઠકો પરથી 32 બેઠક પર ભાજપનો કબજો જોવા મળ્યો છે. અહીં પાલિકાની વોર્ડ 11 માં 44 બેઠકોમાંથી ભાજપના 32 ઉમેદવારોની જીત થઈ છે. જ્યારે અપક્ષ 11 બેઠકો જીતવામાં સફળ થયું છે. જેતપુર પાલિકામાં કોંગ્રેસને માત્ર 1 બેઠક મળી છે. જયેશ રાદડિયાના ગઢમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જેતપુર પાલિકાની ચૂંટણીમાં ભાજપે આપ અને કોંગ્રેસનો વાઇટ વોશ કર્યો છે. ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાલિકાના સદસ્યોને વધાવ્યા હતા.
અમરેલી જિલ્લાની ચારેય નગરપાલિકા પર ભાજપનો દબદબો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમરેલી જિલ્લાની ચારેય નગરપાલિકા પર ભાજપનો દબદબો જોવા મળ્યો હતો. રાજુલા અને જાફરાબાદમાં કોંગ્રેસના સૂપડા સાફ થયા હતા.ચલાલા નગર પાલિકાની ચૂંટણીમાં તમામ 6 વોર્ડમાં ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર કરાયા છે. આ સાથે ભાજપના 24 ઉમેદવારો જીતી ગયા છે અને જેના પગલે ધારાસભ્ય જે.વી.કાકડીયા સહિતના નેતાઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાઠી નગરપાલિકામાં કુલ બેઠકો 24માંથી ભારતીય જનતા પાર્ટીએ 18 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસને 5 બેઠકો મળી છે. અહીં અપક્ષને 1 બેઠક મળી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590