વલસાડ જિલ્લા અને સંપૂર્ણ આદિવાસી વિસ્તાર ધરાવતા ધરમપુર તાલુકાના શિક્ષકોને શિક્ષણ સિવાય અન્ય પ્રવૃતિમાં જોડવામાં ન આવે તેવી માંગ સાથે અપક્ષના સભ્ય કલ્પેશ અમૃત પટેલ એ ધરમપુર પ્રાંત અધિકારી મારફતે ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
હાલમાં વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વાંકલ ખાતે શિક્ષકો દ્વારા ક્રિકેટ મેચ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષકો તથા શિક્ષિકાઓએ ભાગ લીધો હતો.જોકે શિક્ષકો દ્વારા ક્રિકેટનું આયોજન કરવામાં આવતા વિરોધનો વંટોળ ઊભો કરવામાં આવ્યો હતો.તેમજ જે શિક્ષકોએ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો તેમની સામે કાર્યવાહી કરવા માટે પણ કેટલાક લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.
ત્યારે ધરમપુર તાલુકા અપક્ષના સભ્ય કલ્પેશ પટેલ શિક્ષકોના સમર્થનમાં આવ્યા હોય તેમ જણાય રહ્યું છે.શિક્ષકોએ ક્રિકેટ રમીને કોઈક ભૂલ કરી હોય અને શિક્ષણ કાર્ય ખોરંભે પડયું હોય તો જ્યારે બાળકોના શિક્ષકોને સરકાર દ્વારા ચુંટણી કાર્ડ બનાવવાની કામગીરી(BLO) ,વસ્તી ગણતરી, સરકારી પ્રોગ્રામમાં બસો લઈ જવી, ગરીબ કલ્યાણ મેળામાં, સંકલ્પ વિકાસ યાત્રામાં, કોઈ નેતા આવે ત્યારે, ચૂંટણીના કામમાં શિક્ષકોને જોડી દેવામાં આવે છે ત્યારે બાળકોનું શિક્ષણ કાર્ય નથી બગડતું ?
આદિવાસી વિસ્તાર ધરાવતા ધરમપુરમાં શિક્ષકો ને આ તમામ પ્રવૃત્તિઓથી અળગા રાખી શિક્ષણ પર જ મહત્વ આપવામાં આવે એવી માંગણી સાથે કલ્પેશ પટેલે ધરમપુર પ્રાંત અધિકારી મારફતે ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી ને આવેદન પત્ર પાઠવ્યું હતું.
તેમજ જે શિક્ષકો ક્રિકેટ રમ્યા એમના પર કોઈ પણ પગલા લેવામાં ન આવે અને જો પગલાં લેવા જ હોઈ તો આ તમામ પ્રવૃત્તિ ઓથી ધરમપુર તાલુકાના શિક્ષકો ને અળગા રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.અને જો શિક્ષકો પર કોઈ પણ પગલા લેવામાં આવ્યા તો સરકાર દ્વારા શિક્ષકોને આપવામાં આવતી તમામ કામગીરી નો વિરોધ કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590