Latest News

પોતાના બર્થ ડે પર કિંગ કોહલીએ 49મી સદી ફટકારી, સચિન તેંદુલકરની બરાબરી કરી

Proud Tapi 05 Nov, 2023 01:34 PM ગુજરાત

વિરાટ કોહલીએ પોતાની બર્થ ડે પર વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 49મી સદી ફટકારી છે. તેણે આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2023ની 37મી મેચમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ સચિન તેંદુલકરનો વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ કલકત્તાના ઈડન ગાર્ડસ સ્ટેડિયમમાં આમને સામને રમી રહી છે. વિરાટ આજે પોતાનો 35મો જન્મદિવસ મનાવી રહ્યો છે.

પોતાના જન્મદિવસ પર કોહલી આઈસીસી વિશ્વ કપ 2023માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ કલકત્તાના ઈડન ગાર્ડસમાં મેચ રમી રહ્યો છે. કોહલીની નજર પોતાની 49મી વન ડે સદી પર હતી. તે 49મી સદ ફટકારનારો દિગ્ગજ ક્રિકેટ સચિન તેંદુલકરની વનડેમાં સર્વાધિક સદીની બરાબરી કરી લીધી છે. વિરાટ વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં છે. વિરાટ કોહલી હાલના વિશ્વ કપમાં પોતાના રનની સંખ્યા 500ને પાર પહોંચી ચુકી છે. આ વિશ્વ કપમાં તે 500 અથવા તેનાથઈ વધારે બનાવનારો ત્રીજો બેટ્સમેન બની ગયો છે.

વિરાટ કોહલીને તેના જન્મદિવસ પર અનેકો શુભકામના મળી રહી છે. 35 વર્ષના કોહલીના જન્મદિવસની શુભકામના આપવામાં બીસીસીઆઈ, આઈસીસીથી લઈને ટીમ ઈંડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડ, આર અશ્વિ, પત્ની અનુષ્કા શર્મા વગેરે સામેલ છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post