૧૫,૮૭૦ ના મુદ્દામાલ સાથે ૬ આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પંચોલ ગામના બસ સ્ટેશન પાસે ગત રાત્રીના સુમારે જાહેરમાં લાઈટના અંજવાળે પૈસાની હારજીતનો જુગાર રમતા ૬ શખ્સોને તાપી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચે બાતમી આધારે દરોડો પાડી ૧૫,૮૭૦ ના મુદ્દામાલ સાથે દબોચી લઇ તમામ સામે ડોલવણ પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરાવી લોકઅપ હવાલે કરી દીધા હતા.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તાપી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ ડોલવણ પોલીસ મથકના હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો.તે દરમ્યાન ડોલવણ તાલુકાના પંચોલ ગામના બસ સ્ટેશન પાસે લાઈટના અજવાળે જાહેર જગ્યામાં અમુક માણસો ભેગાં થઇ ગંજીપાના પાના પત્તા વડે પૈસાનો હારજીતનો જુગાર રમતા હોવાની તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચના આ.હે.કો. ધર્મેશભાઈ મગનભાઈ તથા પો.કો. વિનોદભાઈ પ્રતાપભાઈને સંયુક્ત બાતમી મળી હતી.
જેના આધારે બાતમી વાળી જગ્યાએ પોલીસે રેઇડ કરતાં જુગારની બાજી માંડી બેઠેલા (૧) નિલેશભાઇ ભગુભાઇ ગામીત (ઉ.વ.૩૫) ધંધો ખેતી રહે.મગરકુઇગામ ડુંગરી ફળીયા તા.વ્યારા જી.તાપી (૨) સુનિલભાઇ સૈયદભાઇ ગામીત (ઉ.વ.૩૩ )ધંધો.ખેતી રહે.પંચોલ ગામ પારસી ફળીયા તા.ડોલવણ જી.તાપી (૩) સમીરભાઇ નરેશભાઇ ગામીત (ઉ.વ.૩૩) ધંધો.ખેતી રહે.પંચોલ ગામ બસ સ્ટેન્ડ ફળીયા તા.ડોલવણ જી.તાપી (૪) જીતેન્દ્રભાઇ છોટુભાઇ ગામીત (ઉ.વ.૩૬),ધંધો. મજુરી રહે.પંચોલ ગામ બસ સ્ટેન્ડ ફળીયા તા.ડોલવણ જી.તાપી (૫) આશેન્દ્રભાઇ દિલીપભાઇ ગામીત (ઉ.વ.૩૪ )ધંધો.ખેતી રહે.પંચોલ ગામ બસ સ્ટેન્ડ ફળીયા તા.ડોલવણ જી.તાપી (૬) વિનોદભાઇ કુમાદભાઇ ગામીત (ઉ.વ.૩૮) ધંધો.ખેતી રહે.પંચોલ ગામ બસ સ્ટેન્ડ ફળીયા તા.ડોલવણ જી.તાપી નાઓ જુગાર રમતા રંગે હાથ મળી આવ્યા હતા.
પોલીસે પકડેલા આરોપીઓ પાસેથી અંગજડતી તેમજ દાઉ ઉપર લગાવેલા રોકડા ૧૦,૧૭૦ તથા ૩ મોબાઈલ તેમજ જુગારના સાહિત્ય સહિત કુલ ૧૫,૮૭૦ નો મુદ્દામાલ કબ્જે લઈ તમામ આરોપીઓ વિરૂધ્ધ ડોલવણ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590