તારીખ ૨૯/૦૧/૨૦૨૫ ના રોજ કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલી ખાતે મોટા માછીયાળા અને મોનપુરના ખેડૂતોએ મુલાકાત કરી હતી. આ મુલાકાતનો મુખ્ય આશ્રય પ્રાકૃતિક કૃષિનો પ્રચાર પ્રસાર અને જાણ જાગૃતિનો છે ત્યારે આત્મા પ્રોજેક્ટ ડિરેક્ટર અને નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) શ્રી મહેશભાઈ જીડ સાહેબ અને તેમની આત્મા ટીમ દ્વારા ૬૦ જેટલા ખેડૂતોના ગ્રૂપને ૩ દિવસીય તાલીમ આપવાનું આયોજન કરવામાં આવેલ હતો. જેમાં તાલીમના ત્રીજા દિવસે દેશની એક માત્ર યુનિવર્સિટી ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હેઠળ આવેલ કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ કેમ્પસના ફાર્મની મુલાકાત તેમજ વ્યાખ્યાન ગોઠવવામાં આવેલ હતો. જેમાં કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગના આચાર્ય ડો. સ્વપ્નિલ દેશમુખ સાહેબ દ્વારા ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીની કામગીરી અને પ્રાકૃતિક ખેતીની અત્યારની જરૂરિયાત વિશે માળખાકીય માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ બાયોઇનપુટ એટલેકે બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, નિમાસ્ત્ર, દશપર્ણી અર્ક બનાવવાની પદ્ધતિ વિશે કોલેજના મદદનીશ પ્રાધ્યાપક બી. ડી. મકવાણા દ્વારા આપવામાં આવી હતી.
ત્યાર બાદ આ બાયો ઈનપુટને ફાર્મમાં કેવી રીતે ઉપયોગમાં લેવું અને તેનું પરિણામ કેવું મળે ? તે પ્રત્યેકક્ષ રીતે ફાર્મ પર પ્રાકૃતિક ઢબે ઉગાડેલ વિવિધ ૨૨ પ્રકારના પાકોના નિર્દેશન (ક્રોપ ક્રફેટેરિયા) પ્લોટ સંભાળતા હિમાની બહેન દ્વારા ખેડૂતોને વિવિધ દેશી બિયારણના સંરક્ષણ અને મહત્વ સમજાવ્યું હતું. તેમજ તેમને રેઇન પાઇપ દ્વારા સિંચાઇ પદ્ધતિ વિષે માહિતી આપી હતી. તાલીમના અંતે ખેડૂતોને એક સાથે ભેગા કરી તેમના પ્રાકૃતિક ખેતીના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી જેમાં આ પ્રશ્નોનું નિરાકરણ કોલેજના આચાર્ય સ્વપ્નિલ દેશમુખ એન કોલેજના મદદનીશ પ્રાધ્યાપક બી. ડી. મકવાણા અને અન્ય સ્ટાફ ટીમ દ્વારા કરવામાં આવ્યું. વધૂમાં તાલીમ પૂર્ણ કરી વિદાય લેતા પેહલા ખડૂતોએ આ પ્રાકૃતિક કોલેજ અને યુનિવર્સિટીની કામગીરી જોઈ ખૂબ આનંદ અને સંતોષની લાગણી દર્શાવતા પ્રાકૃતિક ખેતી તરફ આ યુનિવર્સિટી કોલેજના માર્ગદર્શન હેઠળ આગળ વધવા સંકલ્પ લીધો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590