તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગત રોજ રાત્રી સમયે સોનગઢ તાલુકા હદ વિસ્તારમા પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન ખાનગી બાતમી મળતાં પોલીસ ધમોડી ગામની સીમમાં પેટ્રોલિંગ કરવા જાય છે, જે દરમિયાન પોલીસને જોઈ એક શંકાસ્પદ કાર ફરાર થવાની કોશિશ કરતા પોલીસે કારનો ફિલ્મી ઢબે પીછો કરી કારને ઝડપી લેતા, તેમાંથી રૂ.1,56,000 ની કિંમત અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 312 નંગ બોટલ મળી આવી હતી, જેમાં અંધારાનો લાભ લઈ કાર ચાલક નાસી ગયો હતો પરંતુ પોલીસે કારમાં સવાર અન્ય એક ઈસમને ઝડપી કુલ રૂ. 2,61,000નો મુદામાલ કબ્જે કરી ફરાર કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી ચાલક સહિત 2 જણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તાપી જિલ્લામાં ગેરકાયદેસર ચાલી રહેલી દારૂ જુગારની પ્રવૃત્તિઓ તાપી જિલ્લા પોલીસવડા રાહુલ પટેલના ધ્યાને આવતા જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલગેરો કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અનુસંધાને તાપી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન જી પાંચાણીના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ સોનગઢ પોલીસમાં સ્થાપના હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.
ત્યારે અ.હે.કો. બિપીનભાઇ તથા પો.કો. પ્રકાશભાઈ ને ધમોડી ગામની સીમમાંથી વિદેશી દારૂ ભરીને એક કાર પસાર થવાની સંયુક્ત અને અને ચોક્કસ બાકી મળતા તાપી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમે આ દારૂનો જથ્થો ઝડપી પાડવા ધમોડી ગામની વોચ ગોઠવી નાકાબંધી કરી હતી, તે દરમિયાન સોનગઢ તરફથી બાકીદારોના વર્ણન પ્રમાણે લાગતી હોન્ડા કંપનીની WR-V ગાડી નં. જીજે 15 સીજી 3267 આવી રહી હતી જેને જોઈ પોલીસ સતર્ક થતા ગાડીમા બેસેલા ઈસમે ગાડીને ઉભી રાખી રિવર્સ લઈ જઈ થોડી દૂર ઉભી રાખી હતી.અને ભાગવાની કોશિશ કરી હતી. જેમાં કારચાલક ભાગવામાં સફળ રહ્યો હતો. જ્યારે કારમાં બેસેલ સુરેન્દ્રસિંહ નિર્ભય સિંહ રાજપુત રહે. મયુર પાર્ક હોટલ નરોડા, અમદાવાદને પોલીસે ઝડપી પાડ્યો હતો.પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી 1,56,000 ની કિંમતની અલગ અલગ બ્રાન્ડની કુલ 312 બોટલો મળી આવી આવતા કુલ 2,61,000 નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલા આરોપીની અટક કરી હતી નાસી ગયેલા કાર ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590