જનામષ્ટમીના પર્વ પ્રસંગે સમગ્ર સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ લોકમેળાઓનો પ્રારંભ થયો છે. લોકો ભારે ઉત્સાહથી મેળામાં ભાગ લઈ રહ્યા છે. ખાસ કરીને રાજકોટ, જેતપુર, પોરબંદરના લોકમેળામાં માનવ મહેરામણ ઉમટી રહ્યું છે.
ગઈ કાલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની હાજરીમાં જન્માષ્ટમીનો લોકમેળો ખુલ્લો મુકાયો હતો. ઉદ્ઘાટન સમારોહ બાદ સ્થાનિક કલાકારોએ રાસ ગરબા અને દેશભક્તિના ગીતો સહિતનો સૂર રેલાવ્યો હતો.
પ્રથમ દિવસથી જ બહોળી સંખ્યામાં લોકોએ મેળાની મોજ માણી હતી.મેળો પાંચ દિવસ સુધી ચાલશે.
દરમિયાન, ભાવનગર શહેરના ઘોઘા રોડ ખાતે આવેલા 150 થી પણ વધારે વર્ષ જૂનાં મોટા શીતળા માતાજીના મંદિરે વર્ષોથી શ્રાવણ માસમાં શીતળા સાતમના દિવસે ભાતીગળ લોકમેળાનું ભવ્ય આયોજન થાય છે. ગઈ કાલે શહેરમાં સવારથી જ વરસાદ હોવા છતાં મોટી સંખ્યામાં લોકો માતાજીના દર્શન કરવા અને મેળો માણવા ઉમટી પડ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590