ડાંગ જિલ્લાના કલેકટર મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમા જિલ્લાની તમામ કચેરીઓને લગતી યોજનાઓ વિશેની માહિતી,પરિપૂર્ણ યોજનાઓ,ગ્રાન્ટ વિગેરેની અધ્યતન માહિતી અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી.ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક દિનેશ રબારી દ્વારા વન વિભાગની યોજનાઓ, તેમજ ડાંગ જિલ્લાના વન પર્યાવરણ વિશે માહિતી રજૂ કરાઈ હતી. તો પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેર હેમંત ઢીમ્મર દ્વારા જિલ્લાની પાણી પુરવઠા અંગેની કામગીરી નું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું.આ ઉપરાંત આઈ.સી.ડી.એસ.,આરોગ્ય વિભાગ,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ દ્વારા પણ તેમના વિભાગ વિશેના પ્રેઝન્ટેશન રજૂ કરાયા હતા.
જિલ્લા કલેક્ટર મહેશ પટેલ દ્વારા જિલ્લાની પ્રાથમિક માહિતી મેળવવા સાથે, દરેક વિભાગના કામો ની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ દરેક વિભાગ દ્વારા ચાલતા કામો, યોજનાઓનું સુપેરે અમલીકરણ કરવામાં આવે તે માટે દરેક અધિકારીઓને હિમાયત કરી હતી.કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે,દરેક વિભાગ દ્વારા જિલ્લામાં યોગ્ય કામગીરી કરીને જિલ્લાને વિકાસની હરોળમા લઈ જવાનો છે. કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી આર.એમ.ડામોર, અધિક નિવાસી કલેકટર પી.એ.ગાવિત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જોષી તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590