પોલીસે 239 બોક્ષમાં અલગ અલગ બ્રાન્ડની દારૂની કુલ 3240 બોટલો ઝડપી કાર્યવાહી કરી,બે ને ઝડપી એક ને વોંટેડ જાહેર કર્યો છે.
પ્રાઉડ તાપી - વ્યારા : તાપી જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી) અને પેરોલ-ફર્લો સ્ક્વોડે સંયુક્ત ઓપરેશનમાં દારૂની હેરાફેરી કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી મોટી માત્રામાં દારૂ અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેની કુલ કિંમત રૂ. ૪૯,૮૪,૬૪૦/- થાય છે.
પોલીસને બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર તરફથી એક સફેદ કલરની સમય ટ્રાવેલ્સ સ્લીપર કોચ ટ્રાવેલ્સ બસ નંબર GJ-17-UU-0255 માં ચોરખાનું બનાવીને દારૂનો જથ્થો તાપી જિલ્લામાંથી વડોદરા તરફ લઈ જવામાં આવનાર છે. આ બાતમીના આધારે પોલીસે સોનગઢ નવા આર.ટી.ઓ. ચેકપોસ્ટ પર નાકાબંધી કરી હતી.
નાકાબંધી દરમિયાન, બાતમીમાં જણાવ્યા મુજબની સફેદ કલરની સ્લીપર કોચ બસ આવતા પોલીસે તેને અટકાવી હતી. બસની તપાસ કરતાં, તેના ઉપરના ભાગે બનાવેલા ચોરખાનામાંથી ભારતીય બનાવટની ઈંગ્લિશ દારૂ અને બીયરના ટીન મળી આવ્યા હતા.
પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે, જેમની ઓળખ ગોપાલ કાલુલાલ ગાયરી (ઉંમર ૩૪, રહેવાસી રાજસ્થાન) અને લક્ષ્મણસિંહ ખુમાનસિંહ રાજપૂત (ઉંમર ૩૧, રહેવાસી રાજસ્થાન) તરીકે થઈ છે. અને અન્ય એક ઇસમને વોંટેડ જાહેર કર્યો છે. પોલીસે બસ નંબર GJ-17-UU-0255, દારૂનો જથ્થો, બે મોબાઈલ ફોન અને અન્ય દસ્તાવેજો સહિત કુલ રૂ. ૪૯,૮૪,૬૪૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસે આ કેસમાં પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.
આ સફળ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એન.જી. પાંચાણી, પોલીસ સબ ઈન્સ્પેક્ટર શ્રી એન.એસ. વસાવા, અને અન્ય પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે, જેમણે ખંતથી તપાસ કરીને આરોપીઓને પકડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590