Latest News

'મંજૂર હૈ ઈલ્જામ લગાઓ મગર..' ઊઠતાં સવાલો પર ચૂંટણી કમિશનરનો શાયરાના અંદાજમાં જવાબ

Proud Tapi 03 Jun, 2024 09:13 AM ગુજરાત

લોકસભા ચૂંટણીના મતગણતરી અને પરિણામ જાહેર થવાના એક દિવસ પહેલા ચૂંટણીપંચે આજે પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે. કદાચ આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે ચૂંટણી પંચ દ્વારા મતદાન સમાપ્ત થયા બાદ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પહેલાં દરેક તબક્કાના મતદાન બાદ મીડિયા બ્રીફિંગ કરવામાં આવતી હતી પરંતુ હવેથી તે પ્રથા સમાપ્ત કરી દેવામાં આવી છે. 

ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે આ વખતે યોજાયેલી લોકસભા ચૂંટણી 2024ને ઐતિહાસિક ગણાવી હતી. તેમણે આ દરમિયાન ચૂંટણીની વ્યવસ્થાઓ અને સફળતાપૂર્વક મતદાનના સમાપનને પણ એક સિદ્ધી ગણાવી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે આ વખતે ચૂંટણી ઐતિહાસિક રહી. 64 કરોડ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મહિલાઓએ પણ મતદાનમાં ભારે ઉત્સાહ બતાવ્યો હતો. 31 કરોડથી વધુ મહિલાઓએ મતદાન કર્યું હતું. 85થી વધુ વયના રેકોર્ડ લોકોએ વોટિંગ કર્યું હતું. 

હેલિકોપ્ટરની ચેકિંગની ઘટનાઓ વિશે શું બોલ્યાં? 
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે હેલિકોપ્ટર ચેકની ઘટનાઓ વિશે પત્રકારોને કહ્યું કે આ દેશમાં એવો કોઈ નેતા નથી કે જેના હેલિકોપ્ટરની ચેકિંગ ન કરવામાં આવી હોય. તેમાં દરેક કેન્દ્રીયમંત્રીઓ પણ સામેલ છે. અમે અમારા અધિકારીઓને પૂરો અધિકાર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીના હેલિકોપ્ટર ચેકિંગની ઘટનાઓ સામે આવી હતી જેના બાદ ભારે વિવાદ થયો હતો. 

'લાપતા જેન્ટલમેન વાપસ આ ગએ' મીમ્સ વિશે શું બોલ્યાં? 
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે સોશિયલ મીડિયા પર તમને 'લાપતા જેન્ટલમેન વાપસ આ ગએ' મીમ્સ દેખાશે. પણ અમે કહી દેવા માગીએ છીએ કે અમે ક્યારેય લાપતા નહોતા. અમે 4MSની વાત કરી હતી. ભારતમાં 642 મિલિયન મતદારો છે. આ સંખ્યા વિશ્વના 27 દેશોના વોટર્સ કરતાં 5 ગણા વધુ છે. આ ચૂંટણીમાં 64 કરોડથી વધુ લોકોએ મતદાન કર્યું છે અને રેકોર્ડ બનાવ્યો છે. 

ભારતીય મતદારોને સ્ટેન્ડિંગ ઓવેશન... 
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે અમે ભારતના મતદારોને સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ છીએ. અમે વૃદ્ધોના ઘરે જઈને તેમના મત લીધા છે. 85 વર્ષથી વધુ વયના મતદારોએ ઘરેથી મતદાન કર્યું હતું. 1.5 કરોડ મતદારો અને સુરક્ષા કર્મચારીઓના પરિવહન માટે 135 વિશેષ ટ્રેનો, 4 લાખ વાહનો અને 1692 ફ્લેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 68763 મોનિટરિંગ ટીમો ચૂંટણી પર દેખરેખ માટે રખાઈ હતી. ભારતીય ચૂંટણીઓની સફળતાનું વિગતવાર વર્ણન કરતાં CEC રાજીવ કુમારે સૌનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે મોટી બ્રાન્ડ્સથી લઈને સ્ટાર્ટઅપ્સ સુધી દરેકે સ્વેચ્છાએ યોગદાન આપ્યું છે.

ચૂંટણી કમિશનરનો ફરી શાયરાના અંદાજ 

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ફરી એકવાર શાયરાના અંદાજમાં આરોપો મૂકનારા તમામ લોકોને જવાબ આપ્યો હતો કે... 

આજકલ ઈલ્જામાતો કા દૌર બુલંદ હૈ 

તલખિયોં કા બજાર ગર્મ હૈ 

મંજૂર હૈ ઈલ્જામ લગાઓ મગર 

શર્ત ઈતની હૈ સબૂત સાથ હો 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post