Latest News

ડાંગ જિલ્લામાં એલીમીનેશન ઓફ લીમ્ફેટીક ફાઇલેરિયાસીસ અંતર્ગત સામુહિક દવા વિતરણ કાર્યક્રમ યોજાશે

Proud Tapi 04 Feb, 2025 05:19 AM ગુજરાત

વઘઇ તાલુકામા તા.૧૦ થી ૧૨ ફેબ્રઆરી દરમિયાન સામૂહિક દવા વિતરણ કાર્યક્રમ કાર્યક્રમ યોજાશે 

એલીમીનેશન ઓફ લીમ્ફેટીક ફાઇલેરિયાસીસ અંતર્ગત ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં ફાઇલેરિયા નિર્મુલન અંગેનો લક્ષ્યાંક નક્કી કરવામા આવેલ છે. જે કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ૯૭ ગામોના કુલ ૯૧૬૩૫૪ લોકોને DEC અને આલ્બેન્ડાઝોલ ટેબલેટનો સામુહિક દવા વિતરણનો કાર્યક્રમ તારીખ ૧૦ થી ૧૨ ફેબ્રઆરી દરમિયાન વઘઇ તાલુકાની સાકરપાતળ, ઝાવડા અને કાલીબેલ પી.એચ.સી દ્વારા કરવામા આવનાર છે.

આ કાર્યક્રમના આયોજન તેમજ પ્રચાર પ્રસારના ભાગરૂપે, ડાંગ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હિંમાશુ ગામિતના અધ્યક્ષ સ્થાને આજરોજ જિલ્લાના પત્રકારો સાથે એક “પ્રેસ મીંટગ” નુ આયોજન કરવામા આવ્યુ હતુ.

જેમા માહિતી આપતા ડો.હિંમાશુ ગામિતે જણાવ્યુ હતુ કે, જાન્યુઆરી ૨૦૨૩ દરમિયાન ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સૂચવેલ નવી બ્લોક વાઇઝ સ્ટ્રેટેજી અનુસાર, જિલ્લાના વિસ્તારોમા ફાઇલેરીયા રોગ સર્વે માટે નાઇટ બ્લડ સર્વેની કામગીરી હાથ ધરતા, વઘઇ તાલુકાના વિસ્તારમા નક્કી કરેલ સર્વેની સાઇટ્સમા માઇક્રો ફાઇલેરિયા રેટ ૧ થી વઘુ નોંધાતા ગત વર્ષ તારીખ ૧૦ થી ૧૫ ફેબ્રઆરી ૨૦૨૪ દરમિયાન વઘઇ તાલુકાની સાકરપાતળ, ઝાવડા અને કાલીબેલ પી.એચ.સી દ્વારા સામુહિક દવા વિતરણ હાથ ધરવામા આવ્યો હતો.

ફેબ્રુઆરી ૨૦૨૪ માં હાથ ધરવામાં આવલે સામુહિક દવા વિતરણની કામગીરીની અસરકારકતા અભ્યાસ માટે સપ્ટેમ્બર વર્ષ ૨૦૨૪ માં નાઇટ બ્લડ સર્વેની કામગીરી હાથ ધરતાં વઘઇમાં ૧.૩ MF રેટ નોંધાતા ભારત સરકાર દ્વારા MDA હેઠળ આવરેલા તાલુકાના વિસ્તારોમાં વર્ષ ૨૦૨૫ દરમિયાન પણ સામુહિક દવા વિતરણની કામગીરી હાથ ધરવામાં આવનાર છે જે અંતર્ગત વઘઇ તાલુકામાં તારીખ ૧૦ થી ૧૨ દરમિયાન દવા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવશે. ગત વર્ષે ડાંગ જિલ્લામાં ૯૫ ટકા જેટલાં લોકોને દવા આપવામાં આવી હતી.

આ કાર્યક્રમ અંતર્ગત વઘઇ તાલુકાના ૯૭ ગામોના કુલ ૯૧૬૩૫૪ લોકોને આવરી લેવામા આવ્યા છે. આરોગ્યકર્મીઓ દ્વારા કુલ ૧૧૬ ટીમ, ૨૨ સુપરવાઇઝર ની દેખરેખ હેઠળ હાઉસ ટુ હાઉસ સર્વે કરીને “ડોટ પધ્ધતી” મુજબ રૂબરૂમા દરેક DEC અને આલ્બેન્ડાઝોલ ટેબલેટ આપવામા આવશે.વધુમા  ડો.હિંમાશુ ગામિતે જણાવ્યુ હતુ કે, ફાઇલેરિયા મુક્ત ભાવી પેઢી માટે આ દવાઓ લેવી જરૂરી છે.આ દવાઓની કોઇ પણ આડઅસર નથી. લોક જાગૃતિ માટે ગત વર્ષે વિધાનસભા નાયબ દંડક વ ડાંગના ધારાસભ્ય વિજયભાઇ પટેલે પણ આ દવા ગળીને લોકોને પ્રેરણા આપી હતી. હાથીપગાથી મુક્ત ભાવી પેઢી બનાવવા માટે સરકાર કટીબધ્ધ છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post