વ્યારાના ઘેરીયાવાવ ખાતે આવેલ જે.જે.સ્ટોન ક્વોરી ને બંધ કરવા માટે ભૂસ્તર વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવ્યા બાદ ,હવે ભૂસ્તર વિભાગ ના અધિકારીઓ માપણી માટે સ્થળ પર પહોંચ્યા હતા.
વ્યારા તાલુકાના ઘેરીયાવાવ ગામમાં આવેલ જે.જે.સ્ટોન ક્વોરી ના કારણે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.સ્ટોન ક્વોરી ચાલુ હોય ત્યારે મશીનરીના કર્કશ અવાજને કારણે ગ્રામજનો હેરાન પરેશાન થયા હતા.અને સ્ટોન ક્વોરી ની નજીક જ શાળા આવેલ હોવાથી દિવસ દરમિયાન મશીનરીના કર્કશ અવાજના કારણે બાળકો શાંતિથી ભણી પણ નહોતા શકતા અને બાળકોનો અભ્યાસ બગડતો હતો. જેથી ગ્રામજનોએ તા.૨૧/૦૮/૨૦૨૩ અને તા.૧૮/૦૯/૨૦૨૩ ના રોજ ભૂસ્તર વિભાગ ને આવેદનપત્ર આપ્યું હતું અને જે.જે.સ્ટોન ક્વોરી બંધ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
આવેદનપત્ર ને ધ્યાનમાં લઈને ભૂસ્તર વિભાગના અધિકારીઓ દ્વારા જે.જે.સ્ટોન ક્વોરી નોટિસ ફટકારીને ક્વોરી બંધ કરવા માટે જણાવવામાં આવ્યું હતું અને જ્યાં સુધી સમાધાન કે હુકમ ન કરવામાં આવે ત્યાં સુધી સ્ટોન ક્વોરી બંધ જ રાખવી.પરંતુ જે.જે.સ્ટોન ક્વોરીના માલિક દ્વારા તો નોટિસની અવગણના કરવામાં આવી હોય તેવી ઘટના પણ થોડા દિવસ પેહલા પ્રકાશમાં આવી હતી.ત્યારે ભૂસ્તર વિભાગના અધિકારીઓ વ્યારા તાલુકાના ઘેરીયાવાવ ખાતે આવેલ જે.જે.સ્ટોન ક્વોરી ખાતે માપણી માટે પહોંચ્યા હતા.અને સમગ્ર તપાસ અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર,જે.જે.સ્ટોન ક્વોરીના 500 મીટરના વિસ્તારમાં 87 થી 90 જેટલા ઘર આવ્યા છે. અને કવોરીને જેટલી જમીનમાં પરવાનગી આપવામાં આવી હતી તેના કરતા વધારે વિસ્તારમાં તેનું કામકાજ ચાલી રહ્યું છે.ભૂસ્તર વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરીને હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તે મહત્વનું રહ્યું!
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590