ભાજપ પણ રૂપાલાની ટીકીટ કેન્સલ નથી કરી રહ્યું, ક્ષત્રિય સમાજ પણ માંગ પર અડગ છે, હવે તેઓએ પણ રસ્તો રોકવાનું શરૂ કર્યું છે.
શનિવારે રાજકોટ શહેરમાં ક્ષત્રિય સમાજ દ્વારા કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે મેગા રેલી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકોએ ભગવી પાઘડી પહેરીને ભાગ લીધો હતો. સમાજની મહિલાઓ પણ મોટી સંખ્યામાં કેસરી સાડી પહેરીને તેમાં જોડાઈ હતી.
શનિવારે બપોરે ક્ષત્રિય સમાજની મહારેલી બહુમાળી ભવનથી નીકળી રેસકોર્સ રીંગરોડ થઈને કલેક્ટર કચેરીએ પહોંચી હતી.
રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહારેલી દરમિયાન રૂપાલા હાય-હાયના નારા લગાવવામાં આવ્યા હતા અને રૂપાલાની ટિકિટ કેન્સલ કરવાની માંગણી કરી હતી. સમાજના પ્રતિનિધિઓએ કલેકટર પ્રભવ જોશીને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં રૂપાલાની ટીકીટ કેન્સલ કરવાની માંગ કરવામાં આવી હતી. રેલીને મંજૂરી આપવાની સાથે જ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
રવિવારે ધંધુકા અને ગોધરામાં પણ ક્ષત્રિય સમાજનું ભવ્ય સંમેલન યોજાશે. રેલી બાદ પદ્મિની બાની તબિયત લથડી હતી. તેણે ખોરાક છોડી દીધો છે. બીજી તરફ શનિવારે બપોરે ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય પર કેટલીક મહિલાઓ પહોંચી હતી અને પોલીસે તેમની અટકાયત કરી હતી. અહીં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
રૂપાલાની ટિકિટ કેન્સલ કરવાની માંગ સાથે રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહારેલી.રાજકોટમાં 400 ક્ષત્રિયો ચૂંટણી લડશે.
મહારેલી પૂર્વે રાજકોટના ગરાસિયા બોર્ડિંગ ખાતે ક્ષત્રિય સમાજની 92 સંસ્થાઓની સંકલન સમિતિ અને કોર કમિટીની બેઠક મળી હતી. સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ પત્રકારોને જણાવ્યું હતું કે આ એક ધાર્મિક યુદ્ધ છે. ગુજરાતના તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં તમામ સમાજોને સાથે લઈને સમાજ પરિષદો યોજાશે. રાજકોટ બેઠક પર રૂપાલા સામે ક્ષત્રિય સમાજના 400 ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરશે તેવો નિર્ણય બેઠકમાં લેવાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590