Latest News

ગુજરાતમાં મેઘ તાંડવ , સૌથી વધુ ખેરગામમાં 18 ઈંચ વરસાદ, 244 તાલુકા ભીંજાયા

Proud Tapi 26 Aug, 2024 06:41 AM ગુજરાત

છેલ્લા કેટલાંક દિવસોથી મેઘરાજાએ ગુજરાતને ઘમરોળવાની શરૂઆત કરી દીધી છે. ગઈકાલે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા. જેના પગલે અમદાવાદ, નવસારી,તાપી , વલસાડ, ઉમરપાડા, સુરત જેવા શહેરોની પણ હાલત બગડી ગઇ.આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો તેના લેટેસ્ટ આંકડા જાહેર કરવામાં આવ્યા છે ,ત્યારે ચાલો જાણીએ કે કેવી છે વરસાદની સ્થિતિ... 

ગુજરાતના વરસાદની વાત કરીએ તો હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 244 જેટલા તાલુકામાં પાણી જ પાણી થઈ ગયું હતું. નવસારીના ખેરગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અહીં 24 કલાકમાં 18.20  ઈંચ વરસાદ ખાબકી જતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ જોવા મળી. જ્યારે બીજી બાજુ કપરાડામાં 14 ઈંચ તથા ડાંગના આહવા વિસ્તારમાં 11 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું હતું.  

છેલ્લા 24 કલાકના આંકડા અનુસાર ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં 244 તાલુકા ભિંજાયા હતા. જ્યારે 75 તાલુકામાં 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો તો 113 તાલુકામાં 2થી વધુ ઈંચ વરસાદ ખાબકતાં રોડ રસ્તા બેટમાં ફેરવાઈ ગયા હતા. લેટેસ્ટ અપડેટ મુજબ 187 તાલુકામાં સરેરાશ 1 ઈંચ જેટલો વધાર જોવા મળ્યો હતો. ખેરગામ અને ડાંગના આહવા ઉપરાંત 10 ઈંચ વઘઈમાં, ધરમપુરમાં 9.5 ઈંચ, ડેડિયાપાડામાં 9.4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post