તાપી જિલ્લામાં વરસાદે કહેર મચાવ્યો છે,છેલ્લા ત્રણ દિવસથી વ્યારા ,સોનગઢ ,વાલોડ ,ડોલવણમાં વરસાદ વરસી રહ્યો છે.જેના કારણે નદી નાળાઓ પાણીથી ભરાઈ ગયા છે.ભારે વરસાદથી તાપી જિલ્લા પંચાયત હસ્તકના 79 રસ્તાઓ પર પાણી ફરી વળતા ,લોકોની સુરક્ષા હેતુ તેમણે બંધ કરી દેવામાં આવ્યા છે.જેમાં વ્યારાના 22 , ડોલવણના 28 , વાલોડના 20 અને સોનગઢના 9 રસ્તાઓનો સમાવેશ થાય છે.( આજે સાંજે 5 વાગ્યા ની સ્થિતી)
જ્યારે તાપી જિલ્લામાં ગત 23 જુલાઈના સાંજના 6 વાગ્યા થી 24 જુલાઈ સાંજે 6 વાગ્યા સુધીમાં નિઝર તાલુકામાં 31 mm ,ઉચ્છલ તાલુકામાં 62 mm ,કુકરમુંડા તાલુકામાં 56 mm ,સોનગઢ તાલુકામાં 131 mm ,વ્યારા તાલુકામાં 165 mm ,વાલોડ તાલુકામાં 121 mm ,ડોલવણ તાલુકામાં 130 mm વરસાદ નોંધાયો હતો.જ્યારે ઉકાઈ ડેમની સપાટી 316 ફૂટે પહોંચી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590