Latest News

નવસારી જિલ્લામાં મેઘતાંડવ યથાવત : નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ,લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ

Proud Tapi 23 Jul, 2024 02:59 PM ગુજરાત

નવસારી જિલ્લામાં મેઘતાંડવ યથાવત છે. ભારે વરસાદ થતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક નદીઓના જળસ્તરમાં વધારો થતા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓ પ્રભાવિત થયા છે. ત્યારે નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદ થતા અનેક સ્થળે પાણીમાં ગરકાવ થયા છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતા નવસારીમાં આવેલી અનેક નદીઓમાં જળસ્ત વધ્યા છે. નદીઓમાં જળ સ્તર વધતા તેના પર આવેલા લો લેવલ બ્રિજ ગરકાવ થયા છે. લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતા અનેક લોકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે.

દક્ષિણ ગુજરાતમાં આવેલા સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે નવસારી જિલ્લામાં આવેલી નદીઓના જળસ્તર વધી ગયા છે. નદીના જળસ્તર વધતા તેના પર બનેલા લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળ્યા છે.

પાણીનું વહેણ અતિ તિવ્ર હોવાથી અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે. બ્રિજ પરથી કોઈ વ્યક્તિ પસાર ન થાય તેની કાળજી તંત્ર દ્વારા લેવામાં આવી રહી છે. પાણીના સ્તર વધતા નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં સવારે આઠ વાગ્યાથી લઈને 10 વાગ્યા બાદ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને કારણે તેની સીધી અસર નવસારી જિલ્લામાંથી પસાર થતી નદીઓ ઉપર જોવા મળી રહી છે. જેમાં પૂર્ણા, કાવેરી, અંબિકા જેવી નદીઓની જળ સપાટીમાં વધારો નોંધાયો છે.

માણેકપુર ગામમાં આવેલી ગૌચરની જગ્યામાં ગટર લાઈન બંધ થતા આંગણવાડીમાં પાણી ભરાઈ જતા અભ્યાસ માટે આવતા બાળકો અને શિક્ષકો હેરાન પરેશાન થઈ ગયા હતા. ભારે જહેમત બાદ ગટરનું પાણી બહાર કાઢવામાં આવ્યું હતું.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post