‘આઝાદીના અમૃત મહોત્સવ’ ના સમાપન ટાણે દેશભરમાં યોજાઇ રહેલા ‘મેરી માટી, મેરા દેશ’ કાર્યક્રમની શૃંખલા ને આગળ ધપાવતા ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામ્ય કક્ષાના કાર્યક્રમો બાદ,આહવા ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. આહવાના ડો.આંબેડકર હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના નાયબ દંડક-વ-ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ના ઉદ્દેશ સાથે,‘મેરી માટી, મેરા દેશ’ અને ‘વિરો કો વંદન, માટી કો નમન’ કાર્યક્રમની વિભાવના સ્પષ્ટ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા રમતગમત કચેરી દ્વારા થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જેમને વિજયભાઈ પટેલ સહિત આહવા તાલુકા પંચાયતના અધ્યક્ષા કમળાબેન રાઉત, આહવાના સરપંચ હરિશ્ચંદ્ર ભોયે, તાલુકા અને ગ્રામ પંચાયતના સદસ્યો, અગ્રણી નાગરિકો સહિત કાર્યક્રમના જિલ્લા કક્ષાના નોડલ ઓફિસર-વ-નાયબ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ જોશી, જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતા ગામીત, પ્રાંત યુવા વિકાસ અધિકારી વિરલ ચૌધરી સહિત ઉપસ્થિત મહાનુભાવો એ પ્રોત્સાહિત કર્યા હતા. સો થી વધુ કલાકારો અને ૨૫૦ થી વધુ લોકોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો.કાર્યક્રમ બાદ મહાનુભાવોએ આહવાના તળાવ કિનારે ‘શીલા ફલકમ’ પાસે ‘પંચ પ્રણ’ પ્રતિજ્ઞા પણ લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590