મેઘ મલ્હાર પર્વ-૨૦૨૩ ના ઉદ્ઘાટન અર્થે પધારેલા મંત્રી મુળુભાઈ બેરા નું જિલ્લાના પ્રવેશદ્વાર ભેંસકાતરી સ્થિત વન વિભાગના વિશ્રામ ગૃહ ખાતે ડાંગના ધારાસભ્ય-વ-ગુજરાત- ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે સ્વાગત, અભિવાદન કર્યું હતું.
આ વેળા તેમની સાથે ભાજપા અધ્યક્ષ કિશોરભાઈ ગાવિત, મહામંત્રી રાજેશભાઈ ગામીત સહિતના હોદ્દેદારોએ પણ મંત્રીનું અભિવાદન કર્યું હતું.દરમિયાન વલસાડ વન વર્તુળ ના મુખ્ય વન સંરક્ષક મનિશ્વર રાજા, ડાંગના નાયબ વન સંરક્ષક સર્વ રવિ પ્રસાદ અને દિનેશ રબારી સહિતના વન અધિકારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી, મંત્રીને આવકાર્યા હતા. મંત્રીએ જિલ્લાના પ્રાકૃતિક પ્રવાસન સ્થળો સહિત વન વિસ્તાર અને વન વિભાગની વિગતો મેળવી હતી.
મહાલની વિખ્યાત ઇકો કેમ્પ સાઇટ ખાતે પરંપરાગત ડાંગી નૃત્ય ની રંગત માણવા સાથે, ઉપલબ્ધ જુદી જુદી રમત પ્રવૃત્તિઓમાં પણ સહભાગી થતા, મંત્રીએ મહાલના ઘનઘોર વનોમાં વન વિશ્રામ ગૃહ તથા ડિયર બ્રિડિંગ સેન્ટરની પણ મહાનુભાવો સાથે મુલાકાત લીધી હતી.
ભીની ભીની વરસાદી મૌસમમાં મંત્રીએ દંડકારણ્ય ની પાવન ભૂમિ માં આવેલા શબરીધામની મુલાકાત લઈ, માં શબરી સહિત પ્રભુ શ્રી રામ અને ભ્રાતા લક્ષ્મણજીની મનમોહક પ્રતિમાના દર્શન કર્યા હતા.ડાંગ મુલાકાતના પ્રથમ દિવસે મંત્રીએ ભેસકાતરી, માયાદેવી, શબરી ધામ, અને પંપા સરોવર, જેવા પૂર્ણા અભયારણ્ય ના વિસ્તારોની મુલાકાત લઈ, વન પર્યાવરણ ના જતન, સંવર્ધન સાથે વિકાસની શક્યતાઓ ચકાસી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590