Latest News

રાજ્યમંત્રી મુકેશ પટેલે ભારે વરસાદથી પ્રભાવિત થયેલા ઓલપાડ તાલુકાના વડોલી, ઉમરાછી, કિમામલી, કઠોદરા ગામની મુલાકાત લીધી

Proud Tapi 26 Jul, 2024 01:26 PM ગુજરાત

ઓલપાડ તાલુકાના પૂર પ્રભાવિત ગામોના ૫૪૧ લોકોને સહીસલામત સ્થળાંતરિત કરાયા: વન અને પર્યાવરણ મંત્રી

દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે વરસાદથી પ્રભાવિત થયેલા ઓલપાડ તાલુકાના વડોલી, ઉમરાછી, કિમામલી અને કઠોદરા ગામની મુલાકાત લીધી હતી. તેમણે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા અને વહીવટીતંત્ર દ્વારા કરાયેલા બચાવ-રાહત કાર્યોની સમીક્ષા કરી સ્થાનિક અસરગ્રસ્તોને ભોજન, દવા, પીવાના પાણી જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓ ઉપલબ્ધ બને એ અંગે કાળજી લીધી હતી. 

મુલાકાત દરમિયાન વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસ ભારે વરસાદ પડી રહ્યો છે, જેથી ઉપરવાસમાંથી પાણી આવતાં કિમ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ઓલપાડ તાલુકાના કેટલાક ગામોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઇ છે. એનડીઆરએફની ટીમ દ્વારા ઓલપાડ તાલુકાના પૂર પ્રભાવિત અને વરસાદી પૂરમાં ફસાયેલા ૫૪૧ લોકોને સહીસલામત જગ્યા પર ખસેડવામાં આવ્યા છે, તેમના માટે શેલ્ટર હોમમાં રહેવા, જમવા, પીવાના પાણી, દવા જેવી જરૂરી ચીજવસ્તુઓની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. મંત્રીશ્રીએ વહીવટી તંત્રને આ પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમમાં ડિઝાસ્ટરની તમામ વિગત અપડેટ રાખવા અને અધિકારીઓ સહિત લોકોને આફત સામે સતર્ક રહેવા અનુરોધ કર્યો હતો.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post