તંદુરસ્ત જીવન માટે સ્વચ્છતા જરૂરી : મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ
ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ એ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે “સ્વચ્છતા હી સેવા(SHS)2023 કેમ્પેઇન અંતર્ગત ચાલી રહેલા “કચરા મુક્ત ભારત, કચરા મુક્ત ગુજરાત” ના કાર્યક્રમમા ભાગ લઇ સ્વચ્છતા અંગેનો સંદેશ આપ્યો હતો. રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, તથા ગ્રામ વિકાસ વિભાગના મંત્રી કુંવરજીભાઈ હળપતિએ “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમમાં ભાગ લેતા જણાવ્યુ હતુ કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પોતાનો જન્મદિવસ સ્વચ્છતા કેમ્પેઇન થી ઉજવી રહ્યા છે. આ પ્રેરણાદાયી કાર્યક્રમ અન્વયે તા.15 મી સપ્ટેમ્બરથી તા.15 મી ઓક્ટોબર સુધી સ્વચ્છતા અંગેના વિવિધ કાર્યક્રમો રાજ્યભરમાં શરૂ થયા છે.સ્વચ્છતા હી સેવાના સંદેશા ને ચરિતાર્થ કરતા મંત્રીએ,સૌને અપીલ કરતા જણાવ્યુ હતુ કે પોતાનું ઘર,આંગણુ, શૌચાલય, જાહેર સ્થળો, ઓફિસો વિગેરેમાં સ્વચ્છતા જાળવવી જરૂરી છે.સાથે જ જાહેર સ્થળોએ કચરો નાખવો નહી.જો સ્વચ્છતા રાખીશું તો ગંદકીનુ પ્રમાણ નહિવત રહેશે. તંદુરસ્ત જીવન માટે સ્વચ્છતા જરૂરી છે.
ડાંગ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.જેમા મહિલાઓને પગભર કરવા માટે દુધાળા પશુઓની જોગવાઈ કરવામા આવી છે. પાણીની સમસ્યા દુર કરવા માટે સરકારે કરોડો રૂપિયાની ફાળવણી કરી છે. તેમજ દરેક ગ્રામ્ય વિસ્તારમા નેટવર્ક સમસ્યા દૂર થાય તે માટે 50 જેટલા ટાવર પણ ઉભા કરવામાં આવશે.તેમ મંત્રીએ પૂરક વિગતો આપતા કહ્યું હતું. એક લોકસેવક અને ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિ સાથે પ્રજાજનો સીધા સંપર્કમાં આવી શકે તે માટે, મંત્રીએ એક હેલ્પલાઇન સેવા પણ શરૂ કરી છે. જેનો નંબર 81718 37183 છે. પ્રજાની કોઇપણ સમસ્યા માટે આ નંબર ઉપર વોટ્સએપ સંપર્ક સાધવા માટે મંત્રીએ અપીલ કરી છે.
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે આ વેળા જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ ના કારણે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આજે ઘર ઘર શૌચાલય બનાવવામાં આવ્યા છે.આજે લોકો સ્વચ્છતા ને પ્રાધાન્ય આપી રહ્યા છે. લોકો સ્વચ્છતા અંગે જાગૃત થયા છે. ડાંગ જિલ્લામા સ્વચ્છતા અંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર સ્વ સહાય જુથો તેમજ સફાઈકર્મીઓને પ્રમાણપત્ર થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સ્વચ્છતા અંગેના શપથ લેવામાં આવ્યા હતા.“સ્વચ્છતા હી સેવા (SHS) 2023 ના કાર્યક્રમના ભાગરૂપે આહવા ખાતે ગાંધી ધ્યાનથી સ્વચ્છતા રેલી નુ આયોજન કરવામા આવ્યુ હતુ. સાથે આહવા બસ સ્ટેશન ઉપર ઉપસ્થિત પદાધિકારીઓ તેમજ અધિકારીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામા આવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590