આગામી તા. ૨૩ થી ૨૫ જુલાઈ દરમિયાન પલ્સ પોલિયો રસીકરણ અભિયાન હાથ ધરાશે
તાપી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આગામી તા. ૨૩ થી ૨૫ જુલાઈ, ૨૦૨૪ દરમિયાન ત્રિ-દિવસીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાના ૦ થી ૫ વર્ષના અંદાજીત ૫૬૪૮૨ બાળકોને પોલિયો રસીકરણ હેઠળ આવરી લેવાશે.
બાળકોને પોલિયો રસીનો બે ટીપાં પીવડાવવા માટે કુલ-૫૮૯ બુથ, ૩૧ ટ્રાન્ઝીટ ટીમ, ૧૫ મેળા બજાર ટીમ, ૯ મોબાઈલ ટીમ ફરજ પર હાજર રહેશે. જેમાં, તાલીમબદ્ધ ૨૩૨૦ પેરા મેડીકલ સ્ટાફ તથા આશા બહેનો મારફત પોલિયો રસીકરણની કામગીરી કરવામાં આવશે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, હાટ, બજારો,જાહેર સ્થળોએ, ઈંટના ભઠ્ઠાઓ, શેરડી કટીંગ પડાવીયાઓ તથા અન્ય ટ્રાન્ઝીટ સાઈટ ખાતે ટ્રાન્ઝીટ ટીમ દ્વારા પોલિયોની રસી પીવડાવવામાં આવશે. 0 થી ૫ વર્ષનું કોઈ પણ બાળક પોલિયોની રસીથી વંચિત ન રહે તે માટે ગ્રામજનોને પણ તકેદારી રાખી બાળકોને પોલિયોની રસી અપાવવા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590