વ્યારાના શંકર ફળિયા ખાતે જ્યાં ડીમોલિશન કરવામાં આવ્યું છે ,તે જમીન રાજ્ય સરકાર દ્વારા તાપી પોલીસ મુખ્ય મથકને પોલીસ વેલ્ફેર માટે ફાળવવામાં આવી હતી.ભાજપના શાસનમાં ડીમોલિશન થયેલ વિસ્તારમાં લોકો એ કબજો જમાવી લીધો હતો.અને તેઓ વર્ષોથી ત્યાં જ રહેતા આવ્યા હતા.એસ.પી. દ્વારા શંકર ફળિયાના સ્થાનિકો સાથે ગત વર્ષે નોટિસ આપી જણાવવામાં આવ્યુ હતુ કે,૨૧ જેટલા ઘરોનું દબાણ દૂર કરવામાં આવે અને ૨૧ ઘરવિહોણા ને અન્ય જગ્યાએ બાંધકામ પણ કરી આપવામાં આવશે.પરંતુ તે પ્રસ્તાવ સ્થાનિકોએ નકારી દીધો હતો.જેના પગલે તાપી પોલીસે તા.૨૨/૦૬/૨૦૨૩ ના રોજ વહેલી સવારે સહાયક એજન્સીઓ સાથે રાખી ૨ ડી વાય એસ પી,૧૫ પોલીસ અધિકારી, ૧૪૧ પોલીસ કર્મચારીઓ અને ૨૦૦ હોમગાર્ડ તથા ૨૦૦ જીઆરડી જવાનો મળી કુલ ૫૫૭ કર્મચારીઓના કાફલા સાથે ૭૦થી વધારે મકાનોના દબાણ દૂર કરવામાં આવ્યા હતા.
વર્ષોથી લોકો દ્વારા ત્યાં દબાણ કરવામાં આવી રહ્યું હતું,ત્યારે વ્યારા નગરપાલિકા દ્વારા મકાનોનું બાંધકામ રોકવા ને બદલે કે દબાણ હટાવવા ને બદલે મતદારોનો વધારો કરીને પોતાના સ્વાર્થ સંતોષવામાં આવી રહ્યો હતો.તેમજ સ્થાનિકો પાસેથી અનેક પ્રકારના વેરો વસુલવામાં આવતા હતા.
જોકે, શંકર ફળિયા ખાતે રહેતા લોકોને તંત્ર દ્વારા વીજળી, પાણી તેમજ જાહેર શૌચાલય ની સુવિધા કરી આપવામાં આવી હતી. તેમજ નાના ભૂલકાઓ માટે આંગણવાડી ની સુવિધા પણ કરી આપવામાં આવી હતી.
જો વ્યારા નગરપાલિકા ને પહેલાથી જ ખબર હતી કે, આ સરકારી જમીન છે તો તેમાં સરકારના ખર્ચે આંગણવાડી, જાહેર શૌચાલયો, રસ્તા વગેરેની કામગીરી શા માટે કરવામાં આવી ?
તેમજ આટલા વર્ષોથી રહેતા લોકો પાસેથી જમીન વેરો, પાણી વેરો વગેરે ના વેરાની વસુલાત વ્યારા નગરપાલિકા દ્વારા શા માટે કરવામાં આવતી હતી ? આવા અનેક પ્રકારના સવાલ સાથે વ્યારા નગરપાલિકા ઘેરાતી જોવા મળી રહી છે.
વ્યારા ના શંકર ફળિયામાં ડિમોલિશન ની કામગીરી મહદઅંશે પોલીસના બંદોબસ્ત હેઠળ કરવામાં આવી હતી, ત્યારે બાકી રહી ગયેલ ઘરોને તા.૨૫/૦૬/૨૦૨૩ ના રોજ સુધી ઘર ખાલી કરવામાં આવે તેવી નોટિસ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લાના વ્યારા ની જેમ જિલ્લાના જ અન્ય વિસ્તારોમાં પણ આ રીતે ગેરકાયદેસર લોકો દ્વારા કબજો કરવામાં આવેલ છે તો તેમની સામે આ પ્રકારની કાર્યવાહી ક્યારે કરવામાં આવશે ?
વ્યારા નગરપાલિકા સામે સવાલ ઉઠી રહ્યા છે કે, આટલા વર્ષો સુધી આ દબાણ શા માટે ન ઉઠાવવામાં આવ્યું.તેમજ ગત વર્ષે સરકારે ની તિજોરી માંથી નાણા પાસ કરાવીને રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો એ જમીન પોલીસ વેલ્ફેર માટે આપવામાં આવી હતી તો ત્યાં સરકારના ખર્ચે આ પ્રકારના રસ્તા ની ફાળવણી શા માટે કરવામાં આવી ?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590