વહાબ શેખ / નર્મદા : પેટલાદ થી કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મિત્ર મંડળ સાથે આધેડ મહિલા ને ચક્કર આવતા પડી ગયા હતા જેથી તેમને સ્ટેચ્યુ ઓફ યુનિટી મેડિકલ યુનિટ ઉપર સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા ત્યારે ફરજ પરના ડોક્ટરે તે મહિલાને મૃત જાહેર કર્યા હતા અને બનાવની જાણ કેવડીયા પોલીસ ને કરવામાં આવતા બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ શશીકાંતાબેન ધનજીભાઈ ખ્રિસ્તી (રહે. પેટલાદ જી.આણંદ)જે તેમના મિત્ર મંડળ સાથે ટ્રાવેલ્સ મારફતે કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે આવ્યા હતા. ત્યારે આવેલ ટ્રાવેલર ને ભારત ભવન ખાતે બસ પાર્ક કરી અને નીચે ઉતરી ચાલતા ચાલતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની બસમાં બેસવા માટે જતા હતા.તે વખતે અચાનક ચક્કર આવતા નીચે પડી ગયા હતા તેથી તેમને માથામાં કપાળના ભાગે સાધારણ ઇજા થઇ હતી. તેથી તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સ્ટેચ્યુ ઓફ યુનિટી મેડીકલ યુનિટ ખાતે લાવતા સારવાર દરમિયાન ફરજ પરના ડોકટરે શશીકાંતાબેન ધનજીભાઈ ખ્રિસ્તીને ચેક કરી મૃત જાહેર કર્યા હતા.જેથી તેમની સાથે આવેલા મિત્ર મંડળમાં માતમ છવાઈ ગયો હતો.આ મામલે કેવડીયા પોલીસે અકસ્માતમાં મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590