Latest News

નર્મદા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતા 11 ટકા જેટલું નીચું પરિણામ,માત્ર 36.99 ટકા પરિણામ નોંધાયું

Proud Tapi 02 May, 2023 07:32 PM ગુજરાત

A1 અને A2 જિલ્લામાં એક પણ વિદ્યાર્થી પાસ ન થતા શિક્ષણ ના આદિવાસી વિસ્તારોમાં સ્તર ઊંચા લાવવાના દાવાઓ પોકળ, માત્ર 36.99 ટકા પરિણામ

વહાબ શેખ \ નર્મદા : નર્મદા જિલ્લામાં ગત વર્ષ કરતા 11 ટકા જેટલું નીચું પરિણામ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ આવતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો છે.A1 અને A2 જિલ્લામાં એક પણ વિદ્યાર્થી નાં લાવી શક્યા એટલે એમ ચોક્કસ કહી શકાય કે આ વર્ષે નર્મદા જિલ્લાનું 12 વિજ્ઞાન પ્રવાહનું કંગાળ પરિણામ છે  માત્ર 36.99 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે .

નર્મદા જિલ્લા જેવા આદિવાસી પછાત વિસ્તારમાં શિક્ષણના સ્તર ને ઉંચા લાવવા ના સરકારી પ્રયાસો આ પરિણામ જાહેર થતાં પોકળ સાબિત થઈ રહ્યા છે , એ ફળીભુત થયું છે.જે આ વિસ્તારના રાજકીય આગેવાનો સહિત શિક્ષણ વિદો માટે ચિંતા અને ચિંતન નો વિષય બન્યો છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 ની પરીક્ષાઓ 15 ની માર્ચથી શરૂ કરવામાં આવી હતી જે 3 જી એપ્રિલ સુધી ચાલી હતી અને આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જે એક સિદ્ધિ સમાન કહી શકાય. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ખૂબ જ ટૂંકા સમયમાં જાહેર કરવામાં આવ્યું છે.

સમગ્ર રાજ્યનું પરિણામ 65.58 ટકા જાહેર કર્યું જેમાં નર્મદા જિલ્લાની વાત કરીએ તો જિલ્લાનું પરિણામ 36.99 ટકા જાહેર કરવામાં આવ્યું જે અત્યાર સુધી સૌથી કંગાળ કહી શકાય, આ વર્ષે 930 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં A1 અને A2 માં એક પણ વિદ્યાર્થી પાસ થયો નથી !!!  જ્યારે B1 માં 05, B2 17, C 117, D 91, આમ જિલ્લાનું પરિણામ ખૂબ જ કંગાળ આવ્યું છે જેમને ખૂબ આશા હતી એવા વિધાર્થીઓ નુ પણ કંગાળ પરિણામ અને તેમના ઓછા ટકા આવ્યા આમ વિધાર્થીઓ સહિત તેમના વાલીઓમાં પણ ભારે ગમગીની છવાઈ હતી.જ્યારે જિલ્લામાં સૌથી વધુ પરિણામ દેડિયાપાડાના નીવલ્દાની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુળનું ૭૫ ટકા નોંધાયું હતું

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post