ચેતના સંસ્થા અમદાવાદ અને લાર્સન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈ તેમજ આરોગ્ય વિભાગ, આઈ.સી.ડી.એસ વિભાગ સાથે સહભાગિતા અને સંકલન સાથે આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત આહવા તાલુકામા રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તા.11 એપ્રિલના રોજ કસ્તુરબા ગાંધીની વર્ષગાંઠ ઉજવવામાં આવે છે. તેથી આ દિવસ ને રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જેનો ઉદ્દેશ મહિલાઓને યોગ્ય આરોગ્ય સંભાળ અને પ્રસુતિ સુવિધા વિશે જાગૃતિ લાવવી, તેમજ દર વર્ષે સ્ત્રીઓ અને બાળકોની પ્રગતિ માટે ઝુંબેશ હાથ ધરવાનો છે. ગર્ભાવસ્થા અને બાળજન્મ, સલામત અને સ્વસ્થ રહેવા ની જરૂરી સંભાળ તમામ મહિલાઓને મળે તે સુનિશ્ચિત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ચેતના સંસ્થા દ્વારા આયોજિત "આરોગ્ય કાર્યક્રમ ડાંગ જિલ્લા આયુષ મેડિકલ ઓફિસર, આરોગ્ય કર્મચારીઓ દ્વારા સલામત બાળ જન્મ માટેની યાત્રા વિશે સમજ આપવામાં આવી. સાથે સગર્ભાવસ્થા દરમિયાન 1 થી 9 મહિના સુધી દેખરેખ, સંભાળ અને સગર્ભા અવસ્થા દરમિયાન આરોગ્ય તપાસ, અને દરેક તપાસનુ મહત્વ વિષે સગર્ભા મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590