વાલોડમાં કોઈ રાજકીય વગ ધરાવતા નેતાનો નજીકનો સગો દારૂનું વેચાણ કરતા પોલીસને હાથે લાગ્યો હતો.ત્યારે પ્રશ્ન એ થાય છે કે,કેટલાક નેતાઓ દ્વારા ગાંધીના ગુજરાતમાં દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે ? વાલોડમાં કોઈ રાજકીય વગ ધરાવતા નેતાનો નજીકનો સગો યોગેશ કેશવ પટેલ એ લિસ્ટેડ બુટલેગર તરીકે સમગ્ર વિસ્તારમાં જાણીતો છે ,પરંતુ તે ઘણા સમયથી પોલીસ પકડથી દૂર જોવા મળી રહ્યો હતો.ત્યારે વાલોડ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,લિસ્ટેડ બુટલેગર યોગેશ કેશવ પટેલ પોતાના ઘરે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના જથ્થાનું વેચાણ કરે છે.જે બાતમીના આધારે વાલોડ પોલીસ સ્ટાફના માણસોએ વાલોડ તાલુકાના અંધાત્રી ગામમાં લિસ્ટેડ બુટલેગર યોગેશ કેશવ પટેલ (રહે.ધામણીયા ફળીયુ,ગામ.અંધાત્રી તા.વાલોડ જી.તાપી)ના ઘરે રેડ કરી હતી.ત્યારે પોલીસે સ્થળ પરથી અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ નો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ પોલીસે નિતાજીના સગા ભત્રીજા યોગેશ કેશવ પટેલની અટકાયત કરી હતી.તેમજ સ્થળ પરથી કુલ કિંમત રૂપિયા ૭૨૦૦/-નો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.વાલોડ પોલીસે આ અંગે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીના ગુજરાતમાં શું નેતાઓ દ્વારા જ દારૂના દૂષણ ને વેગ આપવામાં આવી રહ્યો છે કે કેમ ? શું દારૂના વેચાણના ગોરખ ધંધામાં રાજકીય વગ ધરાવત નેતાજીની પણ સંડોવણી છે કે કેમ ? શું નેતાજીના રહેમ નજર હેઠળ જ ભત્રીજો સમગ્ર દારૂનો અડ્ડો ચલાવી રહ્યો હતો ? આવા અનેક તર્ક વિતર્કો સાથે લોક ચર્ચાએ વેગ પકડ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590