Latest News

ચાંદીના દાગીના ભરેલી થેલીની ચીલઝડપ કરનાર ત્રણ આરોપીઓને નિઝર પોલીસે ઝડપી પાડ્યા, એક આરોપી વોન્ટેડ

Proud Tapi 23 Aug, 2024 02:58 PM તાપી

તાપીના વેલદામાં જ્વેલર્સની દુકાન ધરાવતા નંદુરબારના સોનાર  પાસેથી રૂ.70 હજારના ચાંદીના ઘરેણાં ની ચીલઝડપ કરનાર બે બાઇક સવારો સહિત ત્રણ આરોપીઓને નિઝર પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે જયારે આ ગુનામાં એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મહારાષ્ટ્રના નંદુરબારના સોનાર ગલી, ગોવિંદ કૃપામાં રહેતા રવિન્દ્રભાઇ ગોવિંદભાઈ સોનાર વેલદા ગામ તાપી જિલ્લા તા.નિઝરના વેલદા ગામમાં જ્વેલર્સની દુકાન ધરાવે છે. અને તે ચાંદીના ઘરેણા  દુકાનમાં ન રાખી દરરોજ પોતાની મોપેડ ઉપર નંદુરબાર ખાતે ઘરે લઈ જઈ અને સવારમાં પાછા દુકાન ઉપર લઈને આવતા હોય છે.

  ત્યારે રોજના નિત્યક્રમ મુજબ તા.20/1/2024 ના રોજ એકટીવા ની ગાડી ની ડીકી માં આશરે ત્રણ કિલો જેટલા ચાંદીની દાગીના તેમજ આશરે એક કિલ્લોના ચાંદીના તૈયાર દાગીના જેમાં ગ્રાહકોના રીપેરીંગ તથા પોલીસ માટે પણ આવેલા જેમાં બ્રેસલેટ, બંગડી, સારણી છટ, શેરી કડા, વાળા વિગેરે એક કાપડ ની લાલ કલરની થેલીમાં મુકી એકટીવાના ફુટ રેસ્ટ પર મારા બે પગ વચ્ચે મૂકીને ઘરે નંદુરબાર જવા માટે નીકળ્યા હતા

 જ્યારે તેમની પાછળ મોટરસાયકલ પર તેમની સામેની દુકાન વાળા હિતેશ પ્રભાકર સોનાર રહે. નંદુરબાર તથા તેઓની સાથે તેમના ભાઈ મહેશ પ્રભાકર સોનાર પણ ઘરે નંદુરબાર ખાતે જવા માટે નીકળ્યા હતા ત્યારે નિઝર ગામથી આશરે બે-એક કિલોમીટર દૂર જઈને પાછળ જોતા મારી સાથેના હિતેશભાઇ તથા મહેશભાઈ નહિ દેખાતા રવિન્દ્રભાઇ  એકટીવા રોડની સાઇડમાં ઉભી રાખી રોડની સાઇડમાં પેશાબ કરવા જતાં પાછળથી નિઝર તરફથી એક કાળા કલરની નંબર પ્લેટ વગરની બજાજ પલ્સર મોટરસાયકલ પર બે અજાણ્યા ઇસમ આશરે ૨૫ થી ૩૦ વર્ષની ઉંમરના અને બન્ને ઇસમોએ મોટર સાઇકલ સ્પીડમાં લઇને આવ્યા અને મારી એકટીવાના ફુટ રેસ્ટ પર મુકેલી ચાંદીના દાગીના ભરેલું થેલીની ચીલ ઝડપ કરી ફૂલ સ્પીડમાં નંદુરબાર તરફ જતા રહેતા આ અંગેની ફરિયાદ નિઝર પોલીસ મથકમાં નોંધાવી હતી

 ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કરતા ખાનગી બાતમી આધારે તથા શકમંદ ઇસમોને ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન રિસોર્સ અને શક ના આધારે કમલેશભાઇ આપસિંગભાઇ વળવી ઉ.વ.૨૪ ધંધો-મજુરીકામ રહે-વ્યાહુર ગામ હનુમાન મંદિરની સામે તા.જી.નંદુરબાર (મહારાષ્ટ્ર), સુરજભાઈ શરદભાઈ પાડવી ઉ.વ.૨૦ ધંધો-મજુરી રહે-નલવા ગામ હનુમાન મંદિરની સામે તા.જી.નંદુરબાર તથા ઋષિદ્ભાઈ રવિંદ્રભાઈ રહે-નારાયણપુર પાપનેર મહારાષ્ટ્ર નાની અટકાયત કરી કડકાઇ પૂર્વક પુછપરછ કરતા સદર ગુનો કબુલ કરતા પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીની ધરપકડ કરી હતી.

  તેમજ આ ગુનામાં તપાસ દરમિયાન અન્ય એક આરોપી દેવીદાસ રઘુનાથ પવાર રહે, નારાયણપુર, પાપનેર તા.જી. નંદુરબાર (મહારાષ્ટ્ર) નું નામ ખુલ્યું હતું જોકે આ આરોપી ફરાર થઈ જતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post