મહેશ પાડવી ( નિઝર ) : નિઝર પોલીસ સ્ટાફના માણસોએ આજરોજ વહેલી સવારે જ હથોડા ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ કરી હતી.પોલીસ રેડ દરમિયાન પોલીસે અલગ અલગ સ્થળ પરથી 12 જેટલા આરોપીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.તેમજ કુલ 7,200 લીટર જેટલો દેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.સવારના સુમારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા દારૂના વેચાણ કરતા બૂટલેગરો માં પણ ફફડાટ ફેલાયો હતો.ત્યારે નિઝર પોલીસે 12 જેટલા આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી,તમામ 12 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.તેમજ નિઝર પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590