બદલાપુરમાં શાળામાં ભણતી સગીરાઓ સાથે થયેલા જાતીય ઉત્પીડન મામલે હાથ ધરાયેલી સુનાવણીમાં હાઈકોર્ટે રાજ્ય સરકાર અને પોલીસને ઠપકો આપ્યો હતો અને હવે ચાર વર્ષની બાળકી પણ સુરક્ષિત નથી તેવો સવાલ પૂછ્યો હતો. આ સાથે જ કોર્ટે શાળા પ્રશાસન સામે પોક્સો તળે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવા સાથે રાજ્ય સરકાર અને પોલીસને આ મામલે કોઈ બેદરકારી ન દાખવવા સખત શબ્દોમાં નિર્દેશ પણ આપ્યો હતો અને આગામી સુનાવણી 27મીએ યોજવા જણાવ્યું હતું. એક મીડિયા હેવાલ મુજબ, જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને પૃથ્વીરાજ ચવ્હાણની ખંડપીઠે જણાવ્યું હતું કે, જો શાળા જ સુરક્ષિત નથી, તો શિક્ષણનો અધિકાર સહિતની બાબતોનું શું થશે તેવો સવાલ કર્યો હતો. કોર્ટે સરકારને પૂછ્યું હતું કે, શું બાળકીઓએ શાળા પ્રશાસનને શોષણ અંગે ફરિયાદ કરી હતી ? સરકારે કહ્યું હતું કે, સીટની રચના કરાઈ છે અને હવે કેસ દાખલ કરાશે. અદાલતે પોલીસને ફટકાર લગાવતાં કહ્યું હતું કે, ફરિયાદ નોંધવામાં મોડું શા માટે કર્યું, અન્ય છાત્રાના પરિજનોના નિવેદન શા માટે ન લેવાયા. કોર્ટે સંજ્ઞાન લીધું ત્યારે કાર્યવાહી કરાઈ, આવું કેમ થયું તેવા આકરા સવાલ કોર્ટે પૂછ્યા હતા સાથે જ સરકાર અને પોલીસ દ્વારા કોઈ પણ બેદરકારી દાખવવામાં આવશે અથવા મામલો દબાવવાની કોશિશ કરાશે, તો કોર્ટ દ્વારા સખત કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590