Latest News

૧૬ ઓકટોબરના ૧૧ વાગ્યે તમામ મોબાઇલમાં એક સાથે રિંગ વાગશે,

Proud Tapi 15 Oct, 2023 06:56 AM ગુજરાત

આગામી ૧૬ ઓક્ટોબરના  રોજ સવારે ૧૧ કલાકે 'સમગ્ર   ગુજરાત રાજ્યમાં  Large Scale Testing of Cell Broadcast થનાર છે .  

'સમગ્ર રાજ્યમાં આગામી  તા.16 ઓક્ટોબરના  રોજ સવારે ૧૧ કલાકે  Large Scale Testing of Cell Broadcast'થનાર છે. આ ટેસ્ટિંગ, વિવિધ કુદરતી આપત્તિની મહત્વપૂર્ણ માહિતી મોકલવા માટેની સુવિધા છે. ગંભીર ચેતવણીઓથી લઈને સ્થળાંતર, બચાવ કામગીરી જેવી સૂચનાઓ મોબાઇલ ઉપકરણોમાં મળશે, “આ સેમ્પલ ટેસ્ટિંગ મેસેજ" છે, જે ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગના સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા મોકલવામાં આવેલ છે.

આપત્તિના સમયે  ભારે વરસાદ/વાવાઝોડું/પુરની સ્થિતિમાં અસર થનાર વિસ્તારના લોકોને અગાઉથી સાવચેત કરવા માટે સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમનો ઉપયોગ થનાર છે.આ માત્ર ટેસ્ટિંગ  હોવાથી  લોકોને ગભરાટ ન રાખવા તથા ચિંતિત ન થવા ડિઝાસ્ટર ઓથોરિટી દ્વારા જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post