સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ચાલકનું મોત ,ક્લીનરનો બચાવ
નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં ટ્રક અકસ્માત બે ગુના પોલીસ ચોપડે નોંધાયા છે, જેમાં બે દિવસ પહેલા નાંદોદ તાલુકાના બોરીદ્રા ગામ પાસે ટાઇલ્સ ભરેલી ટ્રક ચાલકે સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવતા ટ્રક ધડાકાભેર ભેખડ સાથે અથડાતા ટ્રક નો ભુક્કો બોલી ગયો હતો અને ઘટના સ્થળે ચાલકનું મોત થયું હતું ત્યારે હાલ બીજો એવો જ બનાવ રાજપીપળા નજીક બન્યો છે એમાં પણ જીતગઢથી જુનારાજ જવાના રસ્તા ઉપર બ્રેક ફેલ થઈ જતાં ટ્રક ઊંડી ખીણમાં ખાબકી હતી અને આ અકસ્માતમાં પણ ટ્રક ચાલક નું સ્થળ ઉપર મોત થયું હતું જ્યારે ક્લીનર ચાલુ ગાડીમાંથી કૂદી જતા તેનો બચાવ થયો હતો.
ફરિયાદી છાણીયાભાઈ કાળીયાભાઈ વસાવા, રહે.જુનારાજ ઢોકામા ફળિયુ તા.નાંદોદ નાએ આપેલી ફરિયાદ મુજબ તે ટ્રક નં. જીજે 16 યુ 9744 માં ચાલક અબ્બાસખાન અકબરખાન ખોખર રહે.દોલત બજાર, રાજપીપળાના સાથે બેસીને જુનારાજ ગામ તરફ જતા હતા. તે સમયે જીતગઢ અને જુનારાજ વચ્ચેના ઢાળવાળા રસ્તામાં અચાનક ટ્રકની બ્રેક ફેઇલ થઇ જતા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ક્લીનર છાણીયાભાઈ કાળીયાભાઈ વસાવા ચાલુ ટ્રકમાં કુદી જતાં તેમને સામાન્ય ઇજાઓ થઇ હતી. જ્યારે ટ્રક ઉંડી ખીણમાં પડતા ચાલક અબ્બાસખાન અકબરખાન ખોખર ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે મૃત્યુ થતાં રાજપીપળા પોલીસે ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590