વ્યારા પોલીસે મઢુલી ત્રણ રસ્તા ,પાનવાડી ખાતે આઇસર ટેમ્પો માં લઈ જવાતા ગેરકાયદેસર પાસ પરમીટ વગરના દારૂના જથ્થા સાથે એકની અટકાયત કરી હતી.તેમજ દારૂના જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા ૯.૧૪ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ડોલવણ પોલીસ મથકના પી.એસ.આઇ.એ વ્યારાના પો.ઈ.એન.એસ.ચૌહાણનો ટેલીફોનીક સંપર્ક કરી આઇસર ટેમ્પો માં દારૂનો જથ્થો ભરી લઈ જનાર છે,તેવી માહિતી આપી હતી.જેના આધારે વ્યારા પોલીસ સ્ટાફના માણસોએ વ્યારાના મઢુલી ત્રણ રસ્તા પાનવાડી ખાતે નાકાબંધી કરી હતી.તે વેળાએ આઇસર ટેમ્પો નંબર GJ-15-UU-2098 આવતા તેની તપાસ કરવામાં આવી હતી, ત્યારે આઈસર ટેમ્પામાંથી જય જલારામ એન્ટરપ્રાઇઝ ના ખાખી પુઠા ના કાર્ટુન માં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડનો ઇગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ પોલીસે આઈસર ટેમ્પો ચાલક પપ્પુ કુમાર રાજેન્દ્ર યાદવ ની અટક કરી હતી.તેમજ કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૫.૬૪ લાખ તથા આઇસર ટેમ્પો જેની કિંમત રૂપિયા ૩.૫ લાખ તથા મોબાઈલ નંગ -૦૧ જેની કિંમત રૂપિયા ૫૦૦/- એમ મળી કુલ કિંમત રૂપિયા ૯,૧૪,૫૦૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.ત્યારે વ્યારા પોલીસે આ અંગે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590