Latest News

સોનગઢ નવા આરટીઓ ચેકપોસ્ટ પાસેથી કારમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે એક ઝડપાયો,૩.૨૬ લાખનો મુદ્દામાલ જપ્ત,એક વોન્ટેડ

Proud Tapi 13 Mar, 2024 07:26 AM ગુજરાત

સોનગઢ પોલીસે નવા આરટીઓ ચેકપોસ્ટ પાસેથી કારમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે એક ને ઝડપી પાડ્યો હતો.તેમજ દારૂના જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા ૩.૨૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.અને એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,ફોર વ્હિલ  ગાડી રજી.નંબર GJ-26-AB-3096 માં નવાપુર ખાતેથી ઈગ્લીશ દારૂનો જથ્થો ભરી સોનગઢ નવા આર.ટી.ઓ.ચેક પોસ્ટ તરફ આવનાર છે.જે બાતમીના આધારે સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ સોનગઢ નવા આરટીઓ ચેકપોસ્ટ પાસે સુરત-ધુલીયા હાઈવે રોડ ઊપર વોચ ગોઠવી હતી.તે વેળાએ કાર રજી. નં.GJ-26-AB-3096 પોલીસે તેની તપાસ કરી હતી.ત્યારે કારમાં પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ પોલીસે કાર ચાલક કિરણ દામુ ગાવિત (ઉ.વ. ૩૭ રહે, સુંદરપુર જુના સરપંચ ફળીયુ, તા.ઉચ્છલ જી.તાપી) ની અટકાયત કરી હતી.તેમજ કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૨૬, ૪૦૦/- તથા કાર જેની કિંમત રૂપિયા ૩ લાખ તથા એક મોબાઈલ જેની કિંમત રૂપિયા ૫૦૦/- એમ મળી કુલ કિંમત રૂપિયા ૩,૨૬,૯૦૦/- નો  મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.અને દારૂનો જથ્થો પૂરો પાડનાર નવાપુરના ભુરીયા ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.સોનગઢ પોલીસએ આ અંગે ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post